અકસ્માત-દુર્ઘટના – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

વિજાપુર-આનંદપુરા માર્ગ પર સાગર બંગલોઝ નજીક થયેલા હિટ એન્ડ રન અકસ્માતમાં આનંદપુરા ગામના એક વ્યક્તિનું મોત
ગરવી તાકાત મહેસાણા : વિજાપુર-આનંદપુરા માર્ગ પર સાગર બંગલોઝ નજીક થયેલા હિટ એન્ડ રન અકસ્માતમાં આનંદપુરા ગામના એક વ્યક્તિનું મોત નિપજ્યું આ ઘટના અંગે વિજાપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ફોર વ્હીલર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આનંદપુરા ગામના વિનોદકુમાર મણિલાલ પટેલ (ઉ.વ. 53) ગઈ કાલે સાંજે પોતાની એક્ટિવા (રજી. નં. GJ-02-BF-9727) લઈને વિજાપુરથી આનંદપુરા તરફ જઈ રહ્યા.

તે દરમિયાન સાગર બંગલોઝ નજીક પાછળથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલા અજાણ્યા ફોર વ્હીલરના ચાલકે તેમની એક્ટિવાને ટક્કર મારી ટક્કરના કારણે વિનોદકુમાર પટેલ રોડ પર પટકાયા જેનાથી તેમના માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ તેમજ શરીરે અન્ય ઇજાઓ પહોંચી ઘટનાની જાણ થતાં પરિવારજનો સ્થળે દોડી આવ્યા તેમને એમ્બ્યુલન્સ મારફતે સ્થાનિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.

પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો મૃતકના ભત્રીજા સ્નેહલકુમાર મહેશભાઈ પટેલની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ફોર વ્હીલર ચાલક સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધી તપાસ શરૂ કરી અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થયેલા વાહનચાલકની શોધખોળ ચાલી રહી આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી.

વડોદરામાં કોટંબી સ્ટેડિયમ નજીક પાર્ક કરેલા ટ્રક સાથે બસ અથડાતાં 7 લોકોના મોત, 20 થી વધુ ઘાયલ…
ગરવી તાકાત વડોદરા : કોટંબી સ્ટેડિયમ નજીક આજે સવારે જરોદ-કોટંબી રોડ પર થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 9 વર્ષના બાળક સહિત સાત લોકોના મોત થયા છે, જ્યારે 28 અન્ય ઘાયલ થયા છે. ઘાયલોમાંથી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. તમામ ઘાયલોને સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, બાલાજી ટ્રાવેલ્સ દ્વારા સંચાલિત એક લક્ઝરી બસ રાજસ્થાનના બાંસવાડાથી સુરત જઈ રહી હતી. સવારે લગભગ 4 વાગ્યે, કોટંબી સ્ટેડિયમ નજીક બસ રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ ગઈ. અકસ્માત સમયે મોટાભાગના મુસાફરો ઊંઘી રહ્યા હોવાથી જાનહાનિનો આંકડો વધુ હતો. એવું માનવામાં આવે છે કે તેમાં સવાર મોટાભાગના મુસાફરો રાજસ્થાનના હતા.

અકસ્માતની જાણ થતાં જ SDRF, NDRF, વડોદરા ફાયર બ્રિગેડ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સ સેવાઓની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બચાવ ટીમોએ બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે કટીંગ ટૂલ્સ અને અન્ય આધુનિક સાધનોનો ઉપયોગ કર્યો. બચાવ કામગીરી પૂર્ણ થયા પછી, ટ્રક અને બસને દૂર કરવામાં આવી હતી, અને રસ્તો ફરીથી ટ્રાફિક માટે ખોલવામાં આવ્યો હતો. NDRF ની 6ઠ્ઠી બટાલિયનના કમાન્ડન્ટ સુરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે કંટ્રોલ રૂમમાં અકસ્માતની માહિતી મળતાં જ સવારે 4:40 વાગ્યે ટીમને રવાના કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચીને, બસ અને ટ્રક વચ્ચે થયેલી મોટી ટક્કર બાદ બચાવ કર્મચારીઓએ કામગીરી શરૂ કરી હતી. કામગીરી દરમિયાન, 24 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે મૃતકોના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વડોદરાના ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે જણાવ્યું હતું કે અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને તબીબી ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. નાની ઇજાઓવાળા મુસાફરોને ઘટનાસ્થળે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જ્યારે ગંભીર ઇજાઓવાળા મુસાફરોને SSG હોસ્પિટલના ઇમરજન્સી ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે હોસ્પિટલમાં દવાઓ, રક્ત પુરવઠો અને સર્જિકલ સાધનો માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફર બંસીલાલે જણાવ્યું હતું કે તેઓ કામ માટે રાજસ્થાનથી સુરત જઈ રહ્યા હતા. અકસ્માત સમયે તે ઊંઘી રહ્યો હતો અને તેણે કહ્યું કે આ અકસ્માત ઇલેક્ટ્રિક શોક જેવો લાગ્યો હતો. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.

ઊંઝા-સિદ્ધપુર હાઇવે પર બ્રાહ્મણવાડા નજીક રિક્ષા પલટી જતાં એક મહિલાને ગંભીર ઈજા, રિક્ષાચાલક સામે પોલીસ ફરિયાદ…
ગરવી તાકાત મહેસાણા : ઊંઝા-સિદ્ધપુર હાઇવે પર બ્રાહ્મણવાડા નજીક એક રિક્ષા પલટી જતાં પાટણની એક મહિલાને ગંભીર ફ્રેક્ચર થયા આ ઘટનાના આશરે અઢી મહિના બાદ રિક્ષા ચાલક વિરુદ્ધ ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી મળતી માહિતી મુજબ, આ અકસ્માત ગત 11 માર્ચ, 2026ના રોજ સાંજે સાત વાગ્યાના સુમારે ઊંઝાથી સિદ્ધપુર જતા હાઇવે રોડ પર સીએનજી પેટ્રોલ પંપ સામે થયો રિક્ષા ચાલક જીગર ઉર્ફે રાહુલભાઈ દેવજીભાઈ ઠાકોરે પોતાની રિક્ષા પૂરઝડપે અને બેફિકરાઈથી હંકારી.

જેના કારણે તેણે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો અને રિક્ષા પલટી ખાઈ ગઈ આ અકસ્માતમાં સિદ્ધપુરના રહેવાસી કૈલાશબેન પ્રવિણભાઈ પટણી રિક્ષામાં સવાર હતા. તેમને માથાના ભાગે બંને પગના થાપાના ભાગે અને બંને હાથના ખભાના ભાગે ગંભીર ફ્રેક્ચર થયા ઉપરાંત, માથાના વચ્ચેના ભાગે અને જમણી બાજુના કાનની બૂટ કપાઈ જતાં તેમને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ ઘટના અંગેની પોલીસ ફરિયાદ 6 જૂન, 2026ના રોજ નોંધાઈ.

ભોગ બનનાર મહિલાએ ફરિયાદ મોડી થવા પાછળનું કારણ આપતા જણાવ્યું અકસ્માત સમયે તેમની પાસે રિક્ષાનો નંબર નહોતો ગંભીર ઈજાઓને કારણે તેઓ આશરે અઢી મહિના સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ અને ઘરે પથારીવશ રહ્યા હાલમાં તબિયતમાં સુધારો થતાં અને રિક્ષા તેમજ તેના ચાલક અંગેની વિગતો મળતાં તેમણે આખરે પોલીસ ફરિયાદ નોંધાવી ઊંઝા પોલીસે રિક્ષા ચાલક જીગર ઉર્ફે રાહુલભાઈ દેવજીભાઈ ઠાકોર (રહે. બ્રાહ્મણવાડા, તા. ઊંઝા) વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

વિજાપુર તાલુકાના રણાસણ ગામ નજીક આશ્રમ ચોકડી પાસે ટ્રક ચાલકે યુવકને ટક્કર મારતા મોત…
ગરવી તાકાત મહેસાણા : વિજાપુર તાલુકાના રણાસણ ગામ નજીક આશ્રમ ચોકડી પાસે રવિવારે રાત્રે માર્ગ અકસ્માત થયો આ ઘટનામાં મધ્યપ્રદેશના 21 વર્ષીય યુવકનું મૃત્યુ થયું બેદરકારીપૂર્વક ટ્રક ચલાવી યુવકને ટક્કર મારનાર ચાલક ફરાર થઈ ગયો મૃતક યુવકની ઓળખ પ્રિયાંશુ અશોક રજક તરીકે થઈ તે મધ્યપ્રદેશના મોરેના જિલ્લાની સંજય કોલોનીનો રહેવાસી પ્રિયાંશુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં રોજગારી માટે આવ્યો અને મહેસાણા જિલ્લામાં પરોઠા બનાવતી ફેક્ટરીમાં કામ કરતો.

રવિવારે રાત્રે પ્રિયાંશુ તેના મિત્ર કુણાલ શર્મા સાથે વિજાપુર-ગાંધીનગર હાઇવે પર આશ્રમ ચોકડી પાસે ઊભો તે સમયે GJ-18-BW-2105 નંબરની ટ્રકના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ટ્રક હંકારી બાજુમાં ઊભેલા પ્રિયાંશુને ટક્કર મારી ટક્કર વાગતા પ્રિયાંશુ નીચે પટકાયો અને ટ્રકનું ટાયર તેના માથા પરથી ફરી વળતા તેને ગંભીર ઇજાઓ થઈ સ્થાનિકોની મદદથી 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રિયાંશુને તાત્કાલિક વિજાપુર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.

જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો આ ઘટનાની જાણ થતા મૃતકના પરિવારજનો મધ્યપ્રદેશથી વિજાપુર પહોંચ્યા પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો મૃતકના ભાઈ રાહુલ અશોક રજકે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જી મોત નિપજાવવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો.

સમી તાલુકામાં રોડના કામ દરમિયાન કોન્ક્રીટ મિક્સર મશીનની ટક્કરે મહિલાનું મોત, અકસ્માતમાં મહિલાના પતિ અને ભાણી ઈજાગ્રસ્ત….
ગરવી તાકાત પાટણ : સમી તાલુકામાં RCC રોડના કામ દરમિયાન બેદરકારીપૂર્વક દોડાવાયેલા કોન્ક્રીટ મિક્સર મશીનની ટક્કરે મહિલાનું મોત થયું અકસ્માતમાં મહિલાના પતિ અને ભાણી ઈજાગ્રસ્ત બન્યા ગંભીર અકસ્માત સર્જ્યા બાદ ચાલક મિક્સર મશીન સ્થળ પર મૂકી ફરાર થઈ જતાં સમી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી સમી વેપારીવાસના મૂળ વતની અને હાલ ભૂજ ખાતે વેપાર કરતા હનનભાઈ હારૂનભાઈ સૈયદ પરિવાર સાથે સમી આવ્યા મોડી રાત્રે હનનભાઈ પત્ની આઈશાબેન અને ભાણી નુરબીબી સાથે મોટા માઢ જવા માટે ઘરની બહાર એક્ટિવા પર બેઠા.

દીકરો ઘરે ન હોવાથી એક્ટિવા ચલાવવા સંબંધીએ આવવાનું સંબંધી અબ્દુલમજીદ ચાવી લેવા ઘરમાં ગયા તે દરમિયાન RCC રોડનું કામ ચાલી રહ્યું હોય ત્યાં તળાવની પાળ તરફથી આવેલા કોન્ક્રીટ મિક્સર મશીને એક્ટિવાને જોરદાર ટક્કર મારી જેમાં આઈશાબેન નીચે પટકાતા મિક્સર મશીનનું ટાયર તેમના જમણા પગ પરથી ફરી વળ્યું જેના કારણે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું જ્યારે હનનભાઈને ડાબા પગે ફ્રેક્ચર અને ભાણી નુરબીબીને પગમાં ઈજા પહોંચતા સારવાર અપાઈ.

અકસ્માત બાદ ચાલક મશીન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો અને મશીન પર નંબર પ્લેટ પણ ન હોવાનું સામે આવ્યું સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને પ્રથમ સમી સરકારી હોસ્પિટલ અને બાદમાં પાટણ ખાતે સારવાર માટે ખસેડાયા પત્નીની અંતિમવિધિ બાદ હનનભાઈએ સમી પોલીસ મથકે મિક્સર મશીન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી પોલીસ મિક્સર મશીન કબજે કરી પોલીસ સ્ટેશન ખાતે લાવી ચાલકની શોધખોળ હાથ ધરી અકસ્માતની ઘટનાને પગલે પોલીસે મિક્સર મશીનને જપ્ત કર્યું.

મોડાસાના ગાજણ ગામની સીમમાં આવેલા ગઢોલા નામના તળાવમાં ડૂબી જવાથી બે ભાઇઓનાં મોત….
ગરવી તાકાત મોડાસા : મોડાસાના ગાજણ ગામની સીમમાં આવેલા ગઢોલા નામના તળાવમાં ડૂબી જવાથી હોમગાર્ડ જવાન અને ધનસુરાના કીડી લાલપુરના તેના ફોઈના 18 વર્ષીય દીકરાનું મોત થતાં પંથકમાં ચકચાર મચી જવા પામી ઘટનાને પગલે કલેક્ટર, મામલતદાર તેમજ TDO ને જાણ કરાઈ ગાજણમાં ગઢોલા તળાવમાં બપોરના સમયે પગ લપસી પડતાં હોમગાર્ડ જવાન પરમાર શૈલેન્દ્રસિંહ દિપસિંહ રહે. ગાજણ તા. મોડાસા.

અને તેની ફોઇનો દીકરો મકવાણા સુનિલસિંહ બળવંતસિંહ રહે. કીડી લાલપુર તા.ધનસુરા બંને એકબીજાને બચાવવા જતાં તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હોમગાર્ડ જવાન અને તેની ફોઈના દીકરાને તરતાં ન આવડતું હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું ગાજણમાં મામાના ઘરે વર્ષોથી રહેતો મકવાણા સુનિલસિંહ પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો.

ઘટનાના પગલે ગ્રામજનો મોટી સંખ્યામાં તળાવના કાંઠે દોડી આવ્યા અને બચાવ કામગીરી શરૂ કરતાં તાત્કાલિક બંનેને પાણીમાંથી શોધી કાઢીને બહાર કાઢ્યા ઘટનાના પગલે 108ને પણ જાણ કરાઇ હોવાનું તલાટી કમ મંત્રી અને સરપંચે જણાવ્યું કમનસીબ મૃતકો પરમાર શૈલેષસિંહ દિપસિંહ, રહે.ગાજણ તા. મોડાસા (હોમગાર્ડ જવાન) મકવાણા સુનિલસિંહ બળવંતસિંહ રહે.કીડી (લાલપુર) તા.ધનસુરા.

વિજાપુર-હિંમતનગર રોડ પર રણછોડપુરા ચોકડી પાસે અજાણ્યા વાહનની ટક્કરે એક યુવકનું મોત….
ગરવી તાકાત મહેસાણા : બનાસકાંઠાના હડાદ તાલુકાના ધ્રોંગી ગામના એક યુવકનું વિજાપુર-હિંમતનગર રોડ પર રણછોડપુરા ચોકડી પાસે અજાણ્યા વાહનની ટક્કરે મોત નીપજ્યું અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો જે અંગે વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ મળતી વિગત મુજબ બનાસકાંઠા જિલ્લાના હડાદ તાલુકાના ધોગ્રીવાસમાં રહેતા બાબુભાઈ મીનાભાઈ જોરાભાઈનો મોટો પુત્ર મહેશ ખેરાલુના એક કોન્ટ્રાક્ટર પાસે પાઇપલાઇન ક્લીનિંગની સાઈડ પર મજૂરી કામ કરતો.

ગત તારીખ 4 મે 2026ના રોજ મહેશ અને તેનો પિતરાઈ ભાઈ રાજુભાઈ બંને ટ્રેક્ટર લઈને વિસનગર સાઈડથી ખેરાલુ જવા નીકળ્યા રસ્તો અજાણ્યો હોવાથી તેઓ ભૂલા પડી ખેરાલુને બદલે વિજાપુર પહોંચી ગયા રાત્રિના આશરે આઠેક વાગ્યાના સુમારે હિંમતનગર રોડ પર રણછોડપુરા ચોકડી પાસે મહેશે રસ્તો પૂછવા માટે ટ્રેક્ટર સાઈડમાં ઊભું રખાવ્યું તે દરમિયાન હિંમતનગર તરફથી પૂરઝડપે આવી રહેલી એક અજાણી ફોર વ્હીલર ગાડીએ મહેશને જોરદાર ટક્કર મારી.

આ અકસ્માતમાં મહેશને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું બનાવ અંગે મૃતકના પિતા બાબુભાઈએ વિજાપુર પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી ફરાર વાહન ચાલકને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી.

ખેડબ્રહ્મા દર્શને જતા ઇડરના શ્રદ્ધાળુ વડાલી નજીક બાઈકની ટક્કરે મોત….
ગરવી તાકાત સાબરકાંઠા : ઇડર તાલુકાના નાના કોટડા ગામના 43 વર્ષીય સુરેશભાઈ કાંતિભાઈ રાઠોડનું વડાલી નજીક બાઈકની ટક્કરે મૃત્યુ થયું શુક્રવારે તેઓ પોતાના બે મિત્રો સાથે ખેડબ્રહ્મા અંબિકા માતાજીના દર્શને પગપાળા જઈ રહ્યા ત્યારે આ દુર્ઘટના બની પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેશભાઈ અને તેમના મિત્રો વડાલી કોર્ટ નજીકથી પસાર થઈ રહ્યા તે સમયે પાછળથી આવી રહેલા GJ.17.CG.2747 નંબરના બાઈક ચાલકે સુરેશભાઈને ટક્કર મારી.

આ ટક્કરના કારણે સુરેશભાઈ રોડ પર પટકાયા અને તેમને ગંભીર ઈજાઓ થઈ જેના પરિણામે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું અકસ્માત સર્જનાર બાઈક ચાલક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો આસપાસના લોકો અને રાહદારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી મૃતક સુરેશભાઈ અને ઈજાગ્રસ્ત બાઈક ચાલકને વડાલી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.

ફરજ પરના તબીબોએ સુરેશભાઈને મૃત જાહેર કર્યા જ્યારે બાઈક ચાલકને વધુ સારવાર માટે હિંમતનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો બનાવની જાણ થતા જ વડાલી પોલીસ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી પોલીસે સુરેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.

પાલનપુર તાલુકાના મડાણા ગામ નજીક પિકઅપ ડાલાની ટક્કરની બાઇક ચાલક યુવકનું મોત…
ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકાના મડાણા ગામ નજીક ગત શુક્રવારે રાત્રે પિકઅપ ડાલાની ટક્કરની બાઇક ચાલક યુવકનું મોત થયું આ અંગેની ફરિયાદના આધારે પાલનપુર તાલુકા પોલીસે ડાલાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ડીસા તાલુકાના રાણપુર ગામના કરણભાઈ ખાડેડીયાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના કાકાના દિકરા હિતેષજી અશોકજી ખાડેડીયા.

તા. 24 એપ્રિલે બાઇક (જીજે-08-ઇએ-9580) લઈને ધનપુરા ખાતે લગ્ન પ્રસંગે જવા નીકળ્યા તેઓ પાલનપુર તાલુકાના મડાણા (ડાં) ગામેથી પોતાના સંબંધીઓને લઈને આગળ જવાના આ દરમિયાન રાત્રિના સમયે મડાણા પાટિયા નજીક પિકઅપ ડાલા (જીજે-08-એયુ-3043)ના ચાલકે હિતેષજીની બાઈકને ટક્કર મારી.

આથી હિતેષજીને માથા તેમજ હાથ-પગના ભાગે ભારે ઇજાઓ પહોંચી ઘટના બાદ તેમને તાત્કાલિક ચંડીસર સીએચસી ખાતે સારવાર માટે ખસેડ્યા પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા પરિવારજનોએ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અંતિમવિધિ કરી આ મામલે પાલનપુર તાલુકા પોલીસે પિકઅપ ડાલાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી.

શામળાજી-અમદાવાદ હાઇવે પર ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત, 6 લોકોના મોત….
ગરવી તાકાત હિંમતનગર : બુધવારે સવારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે અને છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હિંમતનગર નજીક જવાનગઢ પાટિયા નજીક એક ઝડપી ખાનગી બસ પાછળથી આવતી કાર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી, જેમાં સવાર તમામ છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકો મોડાસાના સરદોઈ ગામના રહેવાસી હતા.

અને અકસ્માત સમયે કૂપ તરફ જઈ રહ્યા હતા. ઘાયલોને 108 એમ્બ્યુલન્સમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. માહિતી મળતાં જ ગાંભોઈ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા અને કેસ નોંધ્યો હતો. વધુ તપાસ ચાલુ છે. આ અકસ્માતને કારણે હાઇવેના શામળાજી-અમદાવાદ પટ પર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો.

બાદમાં અધિકારીઓએ ક્રેનની મદદથી રસ્તો સાફ કર્યો. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે હાઇવે ડિવાઇડર પર ગેરકાયદેસર કાપને કારણે અકસ્માત થયો હશે. અધિકારીઓને શંકા છે કે કાર અનધિકૃત છિદ્રમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે બસ પાછળથી ટકરાઈ હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ માર્ગ પર ગેરકાયદેસર કાપ અને અસુરક્ષિત ક્રોસિંગ સામાન્ય બની ગયા છે, જેના કારણે સલામતીની ગંભીર ચિંતાઓ ઉભી થઈ છે.