બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પ્રધાનમંત્રીને મળ્યા બાદ નીતિશ કુમારે કહ્યું કે પીએમે તમામ સભ્યોની જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ સાંભળી છે. અમે વડાપ્રધાનને આ અંગે યોગ્ય ર્નિણય લેવાની અપીલ કરી હતી. અમે બિહાર વિધાનસભામાં જાતિની વસ્તી ગણતરી અંગે બે વખત પસાર કરાયેલા ઠરાવ વિશે પણ માહિતી આપી હતી. આ બેઠક મામલે ગતરોજ તેજસ્વી યાદવે પણ જણાવ્યુ હતુ કે,
બિહારના લોકો અને સમગ્ર દેશના લોકો જાતિની વસ્તી ગણતરીના પક્ષમાં છે. અમે વડા પ્રધાનના આભારી છીએ કે તેમણે અમારી વાત સાંભળી. હવે તેઓએ તેના પર ર્નિણય લેવાનો છે. તેજસ્વી યાદવ સહિત 10 પક્ષોના પ્રતિનિધિઓ પીએમને મળવા નીતીશ કુમાર સાથે આવ્યા હતા. તેજસ્વીએ કહ્યું કે અમે પીએમ સાથે માત્ર બિહારમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં જાતિની વસ્તી ગણતરીની માંગણી કરી છે. હવે અમે પીએમના ર્નિણયની રાહ જાેઈ રહ્યા છીએ.
આરજેડી નેતા અને બિહારમાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવ જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ માટે ઘણા દિવસોથી અવાજ ઉઠાવી રહ્યા છે. સોમવારે જાતિ વસ્તી ગણતરીની માંગને લઈને પીએમ મોદી સાથેની બેઠક પહેલા રવિવારે તેજસ્વી યાદવનું નિવેદન ફરી એકવાર આવ્યું હતુ જેમાં તેમણે કહ્યું કે જ્યાં સુધી આ રોગની શોધ ન થાય ત્યાં સુધી આપણે તેની યોગ્ય સારવાર કેવી રીતે કરી શકીશું. મોદી સાથેની બેઠક બાદ તેજસ્વી યાદવે કહ્યુ હતુ કે, આ મામલે દરેક પાર્ટીનો સાથ આવકાર્ય છે. તેમને એમ પણ ઉમેર્યુ હતુ કે, કેટલાક લોકો જાતીવાર વસ્તિ ગણતરીનો વિરોધ કરે છે. જેમાં તેઓ દલિલ કરે છે કે, આવુ થવાથી જાતીવાદ વધશે. પરંતુ જો એવુ હોત તો ધર્મ આધારીત ગણતરી પણ બંધ કરી દેવી જોઈયે. અત્યાર સુધી ધર્મ આધારીત ગણતરીઓ કરવામાં આવી છે પરંતુ એનાથી કોઈ વાર એવુ નથી બન્યુ કે, ધર્મના આંકડા બહાર આવ્યા બાદ ઉન્માદ ફેલાયો હોય.
આ પણ વાંચો – માત્ર બીહારને ફ્રી વેક્સીન આપી અન્ય રાજ્યોના દર્દીને મરવા છોડી દેવામાં આવશે?
અગાઉ નીતીશ કુમારે પત્રકારોને માહિતી આપી હતી કે, સોમવારે પીએમ મોદીને મળવા માટે સવારે 11 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે. અમારી સાથે આવનાર પ્રતિનિધિમંડળની યાદી પણ પીએમને મોકલવામાં આવી છે. 10 પક્ષોના પ્રતિનિધિઓ અમારી સાથે આવશે. અમે પીએમ મોદીને અપીલ કરીશું કે જાતિના આધારે વસ્તી ગણતરી થવી જાેઈએ, હવે તે શું ર્નિણય લે છે તે કેન્દ્રએ નક્કી કરવાનું છે. જાે સમગ્ર દેશમાં જાતિના આધારે વસ્તી ગણતરી કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક રહેશે.
નીતિશ કુમારે એમ પણ કહ્યું છે કે જાે કેન્દ્ર સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી માટે તૈયાર નથી તો અમે રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરીશું. સપા નેતા અખિલેશ યાદવે પણ જાતિના આધારે વસ્તી ગણતરી કરવાની માંગ કરી હતી. આ સિવાય ઘણા નેતાઓએ આ માંગ ઉઠાવી છે, જેમાં બસપાના કેટલાક નેતાઓનો પણ સમાવેશ થાય છે.