વિસનગરમાં બાઇકને ટક્કર મારી ગાડી ચાલક ફરાર

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા :  વિસનગરના ગુંજા ગામ તરફથી જતા અને વડનગરથી પત્નીને તેડવા નીકળેલા યુવકને અકસ્માત નડ્યો હતો. જેમાં બાઇક લઈને જઈ રહેલા યુવકને ફોર વ્હીલ ગાડીના ચાલકે રોંગ સાઈડમાં ટક્કર મારતા રોડ પર નીચે પટકાતા ઇજાઓ પહોંચી હતી. આમ, ટક્કર મારી ફરાર થઈ જનાર ગાડી ચાલક સામે યુવકે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડનગરના અમરથોળ વિસ્તારમાં રહેતા તોફિકમિયા સબિરમિયા શેખ પોતાના ઘરેથી મોટર સાઈકલ લઈ સમી ખાતે તેમની પત્નીને પિયરમાંથી લેવા નીકળ્યાં હતા. જ્યાં ગુંજા ગામથી આગળ વિસનગર તરફ વિક્રમ ફાર્મ આગળ પહોંચતા ફોર વ્હીલ ગાડી (GJ.02.DM.9094) ચાલકે રોંગ સાઇડ આવી ટક્કર મારતા નીચે પટકાતા બાઇક ચાલકને ઇજાઓ પહોંચી હતી.

આમ ગાડી ચાલકે બાઇકને ટક્કર મારી ફરાર થઇ જતાં બાઇક ચાલક યુવાને વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.