મહેસાણા જીલ્લામાં નશાનો વેપાર ખુબ વધી રહ્યો છે ત્યારે આ ગેરકાયદેસર થતા વેપારની અટકાવવા માટે પોલીસે સુચના પણ મળેલી છે. આ સુચના અતંર્ગત મહેસાણા એસઓજીની ટીમ કાર્યરત હતી ત્યારે તેમને બાતમી આધારે શહેરના કસ્બા વિસ્તારમાંથી ગાંજો ઝડપી પાડ્યો છે. રૂપીયા 1.27 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓ પણ સીંકજામાં આવ્યા હતા.
મહેસાણા શહેરના કસ્બા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આરોપીઓ ગાંજાનો ગેરકાયદેસર વેપાર કરતાં હતા. આ વેપલાની જાણ મહેસાણા એસઓજી ટીમને થતાં તેઓએ કસ્બા વિસ્તારમાં રેઈડ પાડી હતી. જ્યા તેમને બાતમી આધારેના શખ્સોના ઘરે પહોંચી તપાસમાં 2.1 કીલો ગ્રામનો ગાંજો ઝડપાયો હતો. આ સાથે 2 આરોપી પણ પોલીસની રેઈડમાં ઝડપાયા હતા. ગાંજાનો વેપલો કરતા આરોપીનુ નામ પઠાણ તૌફીક ઉર્ફે મોઈડી નુરમોહમદ તથા પઠાણ સાજીદ નુરમોહમ્મદ, બન્ને રહે – કસ્બા છીન્દીવાડી. મહેસાણા વાળા હોવાનુ સામે આવ્યુ હતુ.
પોલીસની આ કાર્યવાહીમાં ઈલેક્ટ્રીસ સાધનો, મોબાઈલ, રોકડ રકમ સહીત કુલ 1.27 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.