રીપોર્ટ,તસ્વીર- નવિન ચૌધરી

મસાલી માઇનોર કેનાલમાં એક જ રાતમાં 3 જગ્યાએ ગાબડાં પડતાં પાણીની રેલમછેલ

સરહદી બનાસકાંઠાના સુઇગામ તાલુકામાં દિવસ ઉગેને કેનાલોમાં ગાબડાં પડવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી,ત્યારે મસાલી માઇનોર કેનાલમાં અલગ અલગ 3 જગ્યાએ કેનાલમાં ગાબડાં પડતાં પાણીની રેલમછેલ થઈ ગઈ હતી,જેમાં મસાલીના ખેડૂતના ઇસબગુલના પાકમાં પાણી ભરાઈ જતાં પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

લેવલિંગ વગરની અને સાયફનમાં સાફસફાઈ કરેલ ન હોઈ કેનાલમાં વારંવાર ગાબડાં પડી રહ્યાં છે.

મોરવાડા ડિસ્ટ્રીબ્યુટરીમાંથી નીકળતી મસાલી માઇનોર કેનાલમાં બુધવારની રાત્રીએ વધુ પાણી છોડી દેવાના કારણે લેવલ વગરની કેનાલમાં અલગ અલગ 3 જગ્યાએ 10 થી 15 ફૂટનાં ગાબડાં પડી ગયા હતા. જેમાં એક જગ્યાએ 15 ફૂટનું ગાબડું પડતાં મસાલીના ખેડૂત જાડેજા પદ્મસિંહના ખેતરમાં વાવેતર કરેલ પાકમાં પાણી ફરી વળ્યું હતું, અન્ય બે જગ્યાઓમાં કસ્ટમ રોડથી પશ્ચિમમાં ગાબડાં પડતાં મહીં માતાજીના પાછળના ભાગે આવેલ પડતર જમીનમાં પાણી અમસ્તું વેડફાઈ ગયું હતું, આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે કેનાલમાં લેવલિંગ નથી, વળી કુવા તેમજ સાયફનની સફાઈ કરાતી નથી,જેના લીધે હલકી ગુણવત્તાની કેનાલ કાગળની જેમ તૂટી જાય છે.
Contribute Your Support by Sharing this News: