ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ગામે આજરોજ એક મહિલાએ જમીન મામલે ખેતરમાં કેરોસીન છોટી કર્યો આત્મવિલોપન કરવાનો પ્રયાસ હાલ મેઘરજ ધંધાર્થે રહેતા પરિવાર ની જમીન ગામ ના અને સમાજ ના વ્યક્તિ ઓ જમીન તેમના નામે કરી દેતા વાળંદ પરિવારે જિલ્લા મહેસુલ વિભાગ અને ગાંધીનગર જમીન મહેસુલ મંત્રી સુધી રજૂઆત કરવા છતાં ન્યાય નહીં મળતાં વર્ષાબેન દિનેશભાઈ વાળંદ નામ ની મહિલા એ જમીન પર પહોંચી શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતાં પરિવારજનો અને સાઠંબા પોલીસે મહિલા ના આત્મવિલોપનના પ્રયાસ ને નિષ્ફળ બનાવી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જો કે આ ઘટનાની જાણ પોલીસને થતાં તાબડતોબ ઘટનાસ્થળે પોલીસ આવી પહોંચી હતી અને સમગ્ર આ ઘટનાને હાથ પર લેતા આત્મવિલોપન કરતી મહિલાને અટકાવી હતી.

મળતી માહિતી મુજબ દિનેશભાઈ વાળંદ ની પત્ની વર્ષા બેન ને ન્યાય નહીં મળતાં બાપદાદાની જમીન માં કેરોસીન છાંટી આત્મવિલોપન નો પ્રયાસ કરતા જેના પગલે ભારે દોડધામ મચી ગઈ હતી જોકે વર્ષાબેન પોતાના શરીરે આગ ચોપે તે પહેલાં આજુ બાજુ માંથી દોડી આવેલા લોકો એ અને પોલીસ એ તેમનો આ આત્મવિલોપન નો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો કેટલાક લોકો એ મીલીભગત થી જમીન પચાવી પડતાં આ પગલું ભર્યું હોવાનું જણાવતા મહિલા ને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી