કોરોનાને આમંત્રણ આપતા હોય તેમ ગ્રાહકોની ભીડ વચ્ચે માસ્ક વગર કામ કરતા બેંકના કર્મચારીઓ.
બાયડ – હાલમાં અનલોક 2  દરમ્યાન સમગ્ર ગુજરાતની સાથે અરવલ્લી જિલ્લામાં કોરોના કેસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ  છે ,જેમાં પ્રજાજનોને માસ્ક વગર બસો રૂપિયા દંડ ફટકારવામાં આવે છે તેમજ  વેપાર કરતા દુકાનધારકોને શોશ્યલ ડિસ્ટન્સ નો અમલ ના કરતા  ગુજરાતમાં  દંડની સાથે દુકાન સીલ  કરવાની માહિતી સામે આવી  છે  . અનલોક 2 માં ધંધાકીય છૂટછાટ મળતા તેમજ  સરકરી  યોજનાઓની સીધી સહાય બેન્ક ખાતામાં જમા થતી હોવાથી ખાતાધારકો નાણાકીય લેવડદેવડ માટે બાયડ  સ્ટેટ બેન્ક ઇન્ડિયામાં મોટી સંખ્યામાં અવરજવર જોવા  મળે છે જો કોઈ ખાતાધારક માસ્ક વગર આવે તો ત્યાંના ફરજ નિભાવતા  સેવક કે સિક્યુરિટી વાળા તેઓને બધાની વચ્ચે માસ્ક વગર નહિ આવવાનો ઠપકો જાહેરમાં આપે છે તે યોગ્ય છે કારણે કે સરકારે નિયમો અમલમાં મુકેલ છે  . તો શું આ નિયમનો બેંકમાં ફરજ બજાવતા કર્મચારીઓને લાગુ નહિ પડતા હોય ?   તેમનાથી કોરોના સંક્રમણ થવા ની શકયતા નહિ હોય ?  આમ જો ઉચ્ચ અધિકારીઓ બેન્કના સીસીટીવી કેમેરા તપાસીને નિયમ અમલ કરનારને શિક્ષાતામ્ક પગલાં લેતો ભવિષ્યમાં નિયમોનું ધ્યાન રાખીને કોરોના સંક્રમણ થતા નગરની  પ્રજાને બચાવી શકાય તેમ છે  . સરકારી  અને  જાહેરક્ષેત્રની   કચેરીઓ કોઈ પણ અધિકારી કે  કર્મચારીના ટેબલ ઉપર નામ ,હોદ્દો તેમજ ખાતાકીય  વિભાગના માહિતી સાથે  નંબર પ્લેટ લગાડેલી કે મુકેલી ના હોવાથી કચેરીમાં ચાર કે પાંચ ટેબલ પર પુછતા પુછતા યોગ્ય અધિકારી પાસે પહોંચતા સમયનો વ્યય થતો જોવા મળે છે આમ સરકાર  કે  ઉચ્ચ અધિકારી  દ્વારા ફરજીયાત આદેશ કરીને સગવડ કરે જેથી પ્રજાને સરળતાથી રહે અને કાર્ય ઝડપી પૂર્ણ થાય તેવી આશા સેવી રહ્યા છે.નિયમોના ઉલ્લંઘન કરનાર  કર્મચારીઓ સામે પગલાં લેવાશે કે નહિ તે જોવાનું રહ્યું…
Contribute Your Support by Sharing this News: