ગરવી તાકાત વાવ : વાવ તાલુકાના તીર્થગામ સહિત ગામોમાં વધુ વરસાદ ના કારણે જીલ્લા એપેડેમિક અધિકારી જે એચ હરિ
યાણી ની સૂચના અનુસાર તીર્થગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડો ઋષિત આહીર અને મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇજર ખેમજી મોરખીયાનાં માર્ગ દર્શન હેઠળ

તીર્થગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સી એચ ઓ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર આશા બહેનો તમામ સ્ટાફ દ્વારા હાઉસ ટુ હાઉસ કાદવ કીચડમાં પાણી માં ગામમાં શેરીઓમાં ખેતરો માં ફરી ને મેલેરિયા ડેન્ગ્યુ ના કેસ ના થાય
તેના માટે પોરા નાશક કામગરી અને જે જગ્યાએ વરસાદી પાણી ભરેલ છે ત્યાં આગળ બળેલું ઓઈલ નાખી બિન જરૂરી વાહણો ભરેલા હતા તેવાં ખાલી કરી તીર્થગામ phc ના તમામ ગામોમાં આરોગ્ય લક્ષી સઘન મોનીટરીંગ સાથે કામગીરી હાથ ધરાઈ..
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ