પેટાચુંટણી : અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર ભાજપના ત્રણ નેતા સસ્પેન્ડ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતમાં ચાલી રહેલી 8 બેઠકોની પેટાચુંટણીમાં પ્રચાર જોર સોરથી ચાલી રહ્યો છે. જેમાં કોન્ગ્રેસ અને ભાજપ બન્ને પાર્ટી એક બીજા ઉપર આરોપ પ્રતીઆરોપ કરી રહી છે. આ ચુંટણી વચ્ચે ભાજપ તરફ થી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપના ત્રણ નેતાઓને સસ્પન્ડ કર્યા છે.

આ પણ વાંચો – ફરિયાદીને આરોપી બનાવતુ ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ, પીવીએસ શર્માના ઘરે આઈટી રેડ

સી.આર. પાટીલ દ્વારા આ ત્રણ નેતાઓને સસ્પેન્ડ કરવાનુ પાછળનુ કારણ તેમના બળવાના કારણે થયુ છે. ભાજપમાં આ પેટાચુંટણીમાં આંતરીક બળવો થયેલ હોવાથી સૌરાષ્ટ્ર ના ત્રણ નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. જેમાં શાંતીલાલ એણ રાણવાએ બોટાડ જીલ્લાની ગઢડા બેઠક ઉપર ભુપતભાઈ ઉનાવાએ અમરેલી જીલ્લાની ધારી તથા જ્યોત્સનાબેન ભીમાણીએ મોરબી બેઠક ઉપર થી પક્ષ વિરૂધ્ધ બળવો કરી અપક્ષની ઉમેદવારી નોંધાવી છે. 

8 બેઠકોની પેટાચુંટણીમાં ભાજપના આ સસ્પેન્ડેડ નેતાઓ ટીકીટ વીતરણને લઈ નારાજ ચાલી રહ્યા હતા. આમ તેઓએ આ ચુંટણીમાં અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવતા, સી.આર. પાટીલે તેમને પક્ષ વિરૂધ્ધ પડ્યા હોવાથી ત્રણે નેતાઓને ભાજપમાથી હકાલપટ્ટી કરવામાં આવી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.