ગરવી તાકાત ડીસા : ડીસા અને થરાદ ડેપોની ૮૫ બસો નવસારીમાં યોજાયેલા વડાપ્રધાનના કાર્યક્રમમાથી પરત ફરતા શનીવારે સવારે નિર્ધારીત પેટ્રોલ પંપ ઉપર ડિઝલ ભરાવવા બસોની કતારો લાગી હતી.
નવસારીમાં યોજાયેલા વડાપ્રધાનના કાર્યક્રમમાં ે લોકોને પહોંચવા માટે સરકારી બસો ઉપલબ્ધ કરાઈ હતી. જેમાં પાલનપુર એસટી ડિવીજનના ડીસા અને થરાદ ડેપોની ૮૫ જેટલી બસો ફોળવવામાં આવી હતી. ૪૫૦ કિમીનું અંતર કાપી ગઈકાલે જ્યારે બસો ખાલી પરત ફરી હતી.
દરમિયાન શનીવારથી રાબેતામુજબના રૃટ પર બસો દોડતી થાય તે માટે આ બસો ડીઝલ ભરાવવા માટે સ્થાનિક પેટ્રોલ પંપ ઉપર પહોંચી હતી જ્યાં લાંબી લાંબી કતારો જોવા મળી હતી.બે દિવસ સુધી બસોની સુવિધા નહીં મળતાં રોજબરોજ અપડાઉન કરતા સહિતના મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી.