મહેસાણા જીલ્લાના અનેક શહેરો તથા ગામડાઓમાં બોગસ ડોક્ટરો દ્વારા કરાઈ રહી છે પ્રેક્ટિસ. જેવા કે સતલાસણા, ખેરાલુ, વડનગર, વિસનગર જેવા અનેક તાલુકાઓના ગામડાઓમાં કોની રહેમ નજર હેઠળ કરાઈ રહી છે પ્રક્ટિસ ? શુ આવા બોગસ ડોક્ટરો ખુલેઆમ અનેક ગામડાઓમાં અને શહેરી વિસ્તારોમાં પોતાની દુકાનો ખોલીને બેસી ગયા છે. શુ કોઈ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રની રહેમ નજરથી ચાલે છે, આ બધુ ? શુ આ બધાથી જીલ્લા આરોગ્ય તંત્ર અજાણ છે ? સરકારી તંત્ર પગલા ભરશે ખરા કે પછી કરશે આંખ આડા કાન ? આ બાબતે સંપુર્ણ રીતે આરોગ્ય તંત્ર અજાણ છે કે પછી મીલીભગત ચાલે છે ?