અર્થવયવસ્થાની કથળતી સ્થિતિની વચ્ચે શુક્રવારથી સંસદના બજેટ સત્રની શરૂઆત થઈ છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે. શુક્રવારે બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ સાથે થઈ, ત્યારબાદ સરકાર તરફથી આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો. સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે સત્રમાં આર્થિક મુદ્દાઓ પર ચર્ચા થાય.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) શુક્રવારે સંસદમાં આર્થિક સર્વેક્ષણ (Economic Survey 2020) રજૂ કર્યો હતો. નરેન્દ્ર મોદી સરકાર 2.0 (Modi Government 2.0)નો આ બીજો આર્થિક સર્વે છે. આ સાથે જ અર્થવ્યવસ્થાની ડામાડોળ સ્થિતિ વચ્ચે બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. આર્થિક સર્વેમાં નાણા મંત્રીએ નાણાકીય વર્ષ 2020-21 માટે દેશનો જીડીપી ગ્રોથ (GDP Growth) 6 ટકાથી 6.5 ટકા રહેવાનું અનુમાન રજૂ કર્યું છે. નોંધનીય છે કે હાલ 2019-20ના વર્ષ માટે દેશના જીડીપીનું અનુમાન 5 ટકા છે. ગત નાણાકીય વર્ષ દરમિયાન જીડીપી 6.8 ટકા રહ્યો હતો.

Contribute Your Support by Sharing this News: