શનિવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ બીજું બજેટ રજૂ કર રહ્યા છે.નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે કાશ્મીરી કવિતાનું પઠન કર્યું હતું અને તે કવિતાનો હિંદી સાર પણ સમજાવ્યો હતો.આ પહેલાં સીતારમણે બજેટ અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને જાણકારી આપી હતી તથા કૅબિનેટ સમક્ષ મંજૂરી માટે રજૂ કર્યું હતું.નાણા મંત્રાલય બહાર સીતારમણે બ્રીફ-કેસને બદલે ‘ખાતાવહી’ સાથે પોઝ આપ્યો, ત્યારે રાજ્યકક્ષાના નાણામંત્રી અનુરાગ ઠાકુર અને નાણાસચિવ ઉપરાંત મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા.આર્થિક સરવે 2020 મુજબ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વિકાસદર પાંચ ટકા જેટલો રહેશે, જે વર્ષ 2020-21 દરમિયાન છ થી સાડા છ સુધી પહોંચી શકે છે.


નાણામંત્રીના ભાષણના મહત્ત્વના મુદ્દા

  • 20 લાખ ખેડૂતો માટે સોલર પંપ યોજનાનું લક્ષ્‍ય, જળસંકટનો સામનો કરી રહેલા 100 જિલ્લા માટે ખાસ યોજનાનું આયોજન.
  • મોદી સરકાર ‘કૃષિ ઉડાન’ અને ‘કિસાન રેલ’ યોજના લાવશે.
  • કૃષિક્ષેત્ર માટે મોદી સરકારનો ’16 પૉઇન્ટ ઍક્શન પ્લાન’ લઈને આવશે.
  • ખેડૂતોની આવક વધારવાનું અમારું લક્ષ્‍ય છે અને એ દિશામાં અમે કામ કરી રહ્યા છે.
  • અર્થતંત્ર માટે પશુપાલન, મત્સ્યઉદ્યોગ પર ધ્યાન આપવાની જરૂર છે. 2025 સુધી દૂધનું ઉત્પાદન ડબલ કરવાનું લક્ષ્‍ય છે.
  • અમે 60 લાખ નવા કરદાતાઓને જોડ્યા છે અને આ બજેટ દેશની આશાઓ પૂર્ણ કરવાવાળું બજેટ છે.
  • મોંઘવારી પર નિયંત્રણ લાવવામાં સરકારને સફળતા મળી છે અને 284 અબજ ડૉલરનું વિદેશી રોકાણ થયું.
Contribute Your Support by Sharing this News: