ભાભર: ભાભરના બરવાળા ગામે કૌટુંબિક ઝઘડાના કારણે ભાઈએ ભાઈની હત્યા કરતા સમગ્ર પથંકમાં ચકચાર મચી ગઈ છે. પતિને બચાવવા વચ્ચે પડેલી પત્ની અને પુત્રને પણ ઈજાઓ પહોંચી હતી, જેથી બંન્નેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાની જાણ થતા ભાભર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

ભાભર તાલુકાના બરવાળા ગામે વારંવાર ખોટી ફરિયાદની અદાવત રાખી ઘરમાં સૂઈ રહેલા જીવાભાઈ વાહજીભાઈ પરમાર ઉપર તેમના ભાઈ નરસીભાઇ વાહજીભાઈ પરમાર અને બે ભત્રીજા જગદીશ નરશીભાઈ પરમાર અને રણજીત નરશી પરમાર હથિયારો સાથે ઘરમાં ઘૂસી ગયા હતા, અને ખાટલામાં સુઈ રહેલા જીવાભાઈ પરમારને છરી વડે આડેધડ ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘરમાં લોહીના રેલા નિકળ્યા હતા. જ્યારે બચાવવા વચ્ચે પડેલી મૃતકની પત્ની ગીતાબેન જીવાભાઈ પરમાર અને તેમનો નાનો પુત્ર પણ ઘાયલ થયો છે. પોલીસને ઘટનાની જાણ થતા ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે આરોપી પિતા અને બે પુત્ર સામે કલમ 307 અને ૩૦૨ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે 11:00 કલાકે બનાવ બનતા ભાભર પંથકમાં ચકચાર મચી છે. બંને ઘાયલ માતા-પુત્રને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. મૃતકને બેરહેમી પૂર્વક હત્યા કરવામાં આવી છે.

Contribute Your Support by Sharing this News: