રાજુલા શહેરમાં આજે મહુવા રોડ પર એસ્સાર પેટ્રોલ પમ્પની આગળ આવેલ મા ભવાની કોમલેક્સ માં ત્રણ દુકાનોમાં તસ્કરોએ હાથ ફેરો કરી ગયાની જાણ પોલીસ ને થતા. પોલીસ ઘટના સ્થળે દોડી આવેલ. જેમાં હનુમંત મેડિકલ ગુરુકૃપા પ્રિન્ટીંગ પ્રેસ તેમજ વૃજ હોટલના શટર તોડીને અંદાજીત 50.000 જેટલી રકમની ચોરી થયાનું દુકાન માલિકે જણાવેલ છેજેમાં હનુમંત મેડિકલના 30000 ગુરુકૃપા પ્રિંટીંગ પ્રેસના 10.000 તેમજ વૃજ હોટલ ના 5000 ચોરાયાનું આ દુકાન માલિકો એ મીડિયા તેમજ પોલીસને જાણ કરેલ છે.
આ સિવાઈ રાજુલામાં છટડીયા રોડ માર્કેટિંગ યાડ શોપિંગ સેન્ટરમાં ત્રણ દુકાનો તૂટી હોવાના સમાચાર મળી આવિયા છે. જ્યાં લિબ્રા શિપ કેર સહજાનન્દ સ્ટુડિયો તેમજ ચાણક્ય કોમ્પ્યુટર જેમા સહજાનંદ સ્ટુડિયો માં 15000 તેમજ ચાણક્ય કોમોયુટરમાં 5000 જેવી રકમ ચોરાઈ હોવાનું દુકાનદારોએ જણાવેલ છે હાલ રાજુલા પોલીસ આજુબાજુની સી.સી.ટીવી ફૂટેજ ચેક કરી રહેલ છે.