— સાત સંચા અને કમાલપુરાનો વૈકલ્પિક રસ્તો પણ ભંગાર હાલતમાં હોવાથી મુશ્કેલી :
ગરવી તાકાત પાલનપુર : પાલનપુર શહેરના બ્રિજેશ્વર કોલોની વિસ્તારમાં માર્ગ નવીનીકરણ
ની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમાં માર્ગ ખોદી દેવામાં આવ્યો છે પરંતુ કપચી સહિતની માલસામાન હડતાલને કારણે ન મળતાં આ કામગીરી અટવાઈ હોવાનું જાણવા મળ્યું છે.

ત્યારે આ રસ્તા પરથી જતા વાહનચાલકો માટે વૈકલ્પિક એવા સાત સંચા અને કમાલપુરાનો રોડ પણ બિસ્માર હાલતમાં હોઈ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
પાલનપુરના મોટા ભાગનાં ગામડાંઓને જોડતો બ્રિજેશ્વર કોલોની માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી આ માર્ગનું નવીનીકરણ કરવા માટે લોકો દ્વારા આંદોલન છેડવામાં આવ્યું હતું
ત્યારે હવે આંદોલન બાદ આ રોડના નવીનીકરણની કામગીરી તો શરૂ થઇ અને છેલ્લા કેટલાક દિવસથી આ રોડ ખોદી દેવામાં આવ્યો છે પરંતુ રોડની કામગીરી શરૂ ન થતાં વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. વૈકલ્પિક રસ્તા તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવા જમાદાર વાસ, સાત સંચા અને કમાલપુરા થઇ ધનિયાણા ચાર રસ્તા તરફ જતા રોડની હાલત બિસ્માર હોઈ લોકોને ભારે હાલાકી પડી રહી છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર