ગરવી તાકાત, મહેસાણા
મહેસાણા જિલ્લા પંચાયતના એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતાં સિનિયર કલાર્ક નાગજીભાઇ ચાવડા દ્વારા કોન્ટ્રાક્ટરને ચેક આપવા માટે રૂપિયા ૩૦૦ની લાંચ માંગી હતી જેથી કોન્ટ્રાક્ટર દ્વારા એસીબીને જાણ કરતાં એસીબીએ છટકુ ગોઠવ્યું હતું જેમાં જિલ્લા પંચાયતના સિનિયર કલાર્ક રૂા. ૩૦૦ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયો હતો.
આ પણ વાંચો – 68 લાખની અપ્રમાણસર મીલ્કત ધરાવનાર વર્ગ 1 ના કર્મચારીની ધરપકડ
સરકારી તંત્રમાં અવાર નવાર સરકારી બાબુઓ લાંચ લેવાના કિસ્સામાં રંગે હાથે ઝડપાઇ જવાના અગાઉ અનેક કિસ્સાઓ બહાર આવ્યાં છે. સરકાર તરફથી સરકારી બાબુઓને સારો પગાર મળતો હોવા છતાં ભ્રષ્ટાચાર આચરવાની આદતથી જાણે મજબૂર હોય તેમ હરામની કમાઇ લેવાનું કર્મચારીઓ ચૂકતાં નથી જેમાં મહેસાણા ખાતે વધુ એક ભ્રષ્ટાચારના કેસમાં કર્મચારી સપડાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
જેમાં મહેસાણા જિલ્લા પંચાયતમાં એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતાં સિનિયર કલાર્ક નાગજીભાઇ ચાવડાં રંગે હાથે લાંચ લેતાં એસીબીના હાથે ઝડપાઇ જવા પામ્યો હતો. મહેસાણા જિલ્લા પંચાયતના સિનિયર કલાર્ક દ્વારા કોન્ટ્રાક્ટર પાસે ચેક આપવા રૂપિયા ૩૦૦ની લાંચ માંગવામાં આવી હતી જેને પગલે કોન્ટ્રાક્ટર દ્વારા આ બાબતે એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબી દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું જેમાં એકાઉન્ટ શાખાના સિનિયર કલાર્ક નાગજીભાઇ કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા ૩૦૦ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ જવા પામ્યાં હતા.