સનરાયઝર્સ હૈદરાબાદના બેટીંગ કોચ તથા સલાહકાર તરીકે બ્રાયન લારાની પસંદગી કરાઈ

શેર કરવા અહીં ક્લિક કરો.

આઇપીએલની 2022ની સિઝન માટે સનરાઇઝર્સ હૈદ્રાબાદની ફ્રેન્ચાઇઝી આ વખતે જાેરદાર દેખાવ કરવા માટેના મજબૂત ઇરાદા સાથે ઉતરશે.તેઓએ તેમની ટીમના સપોર્ટ સ્ટાફની જાહેરાત કરી છે. જેમાં અન્ય નવ ટીમ અને ક્રિકેટ વિશ્વનું ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે વેસ્ટ ઇન્ડિઝના લેજન્ડ કે જે નિવૃત્તિ પછી કોમેન્ટેટર તરીકે રહ્યા છે તેવા બ્રાયન લારાની ટીમ માટે રણનીતિ નક્કી કરનારા સ્ટ્રેટેજિસ્ટ તરીકે તેમજ બેટિંગ કોચ તરીકે નિમણુંક થઈ છે.

ફાસ્ટ બોલરોના કોચ તરીકે સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેન રહેશે.સ્પિનરોના કોચ તરીકે શ્રીલંકાના મુરલીધરને તેનું સ્થાન જાળવી રાખ્યું છે. ઓસ્ટ્રેલિયાના ટ્રેવર બાયલીસને 2021 માં સનરાઇઝર્સ હૈદ્રાબાદના હેડ કોચ તરીકે રાજીનામું આપ્યું હોઈ હેડ કોચ તરીકે ફરી ટોમ મુડીને પસંદ કરવામાં આવ્યો છે.

ગઈ સિઝનમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ટોમ મૂડી સનરાઇઝર્સ હેદ્રાબાદના ડાયરેક્ટર હતા.ભારતના ભૂતપૂર્વ બેટસમેન હેમાંગ બદાની ફિલ્ડીંગ કોચ જ્યારે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટસમેન સાયમન કેટિચ આસિસ્ટંટ કોચ તરીકે રહેશે. કેટિચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો હેડકોચ રહી ચૂક્યો છે. સનરાઇઝર્સ હૈદ્રાબાદ કેપ્ટન કેન વિલિયમસન, ઉમરાન મલિક અને અબ્દુલ સમાદને રીટેન કર્યા છે.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.