ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જિલ્લા ના બાયડ તાલુકા યુથ કોંગ્રેસ કારોબારીની મીટીંગ આજરોજ બાયડ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ બાયડ તાલુકા યુથ કોંગ્રેસ કારોબારી ની મીટીંગ તાલુકા યુથ કોંગ્રેસના સદસ્ય શ્રી તથા વિવિધ સેલ ના હોદ્દેદારો કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બાયડ તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ઝાલા બાયડ માલપુર યુથ વિધાનસભા પ્રમુખ દર્શિત પટેલ બાયડ પ્રમુખ અફઝલ મિર્ઝા ગુલાબસિંહ રાજપુત પ્રમુખ પ્રદેશ યુથ કોંગ્રેસ હનીફ મિર્ઝા અરવલ્લી જિલ્લા પ્રભારી ઘનશ્યામભાઈ ગઢવી નિશ્ચલ પટેલ મનહરસિંહ અશોક સિંહ તથા મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા હતા માનવેન્દ્ર સિંહ જણાવ્યું હતું કે આ સીટ બાયડ માલપુર વિધાનસભા કોંગ્રેસની હતીને કોંગ્રેસની રહેશે તેઓએ કાર્યકરોને અપીલ કરી હતી કે આ પેટા ચૂંટણીમાં જવલંત વિજય થી કોંગ્રેસની જીત થવી જોઈએ તેના માટેની રણનીતિ અત્યારથી ઘરે ઘરે જઈ ગામડે ગામડે જઇ કોંગ્રેસને સફળતા મળે તે માટેના પ્રયત્નો અત્યારથી જ કરવા જોઈએ જે મોટી સંખ્યામાં કાર્યકરો હતા તેમને હાકલને વધાવી લીધી હતી

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી