— ફ્રાન્સમાં 14-22 મે દરમિયાન યોજાનારી સ્પર્ધામાં ભાગ લેશે :
ગરવી તાકાત મહેસાણા : વડનગરની જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની બોક્સર યાત્રી પટેલે 20 અને 21 માર્ચના રોજ ઓડિશાના ભુવનેશ્વરમાં સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા યોજાયેલી નેશનલ લેવલ સિલેક્શન ટ્રાયલમાં બોયઝ એન્ડ ગર્લ્સ અંડર-18 બોક્સિંગ (વજન 52-54 કિ.ગ્રા.)માં ભાગ લીધો હતો.
દરમિયાન યાત્રી પટેલની 19મી ઇન્ટરનેશનલ સ્કૂલ સ્પોર્ટ્સ ફેડરેશન વર્લ્ડ સ્કૂલ જિમ્નેસીઆડ 2022 U-18 બોયઝ એન્ડ ગર્લ્સ નોર્મેડી (ફ્રાન્સ)માં 14-22 મે દરમિયાન યોજાનારી સ્પર્ધામાં ભાગ લેવા માટે પસંદગી થઇ છે.
ઉલ્લેખનિય છે કે,વર્લ્ડ સ્કૂલ જિમ્નેસીઆડમાં વિશ્વના 70 દેશોમાંથી કુલ 3500 વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે, જેમાં બોક્સર યાત્રી પટેલનો પણ સમાવેશ થાય છે.
આ સિદ્ધિ બદલ યાત્રી પટેલ અને તેનાં માર્ગદર્શક વ્યાયામ શિક્ષિકા દીપાલી રાઉતને જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ, નવોદય વિદ્યાલય સમિતિના કમિશનર વિનાયક ગર્ગ, નવોદય વિદ્યાલય સમિતિ પૂના વિભાગના નાયબ કમિશનર પી. રવિકુમાર, સમાજસેવક સોમાભાઈ મોદી, આચાર્ય માલારામ સહિત સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા.
તસવિર અને આહેવાલ : પિન્ટુભાઈ દેસાઈ-વડનગર