લાખોના ખર્ચે બનાવેલ રોડમાં સાવ તકલાદી કામ કરવામાં આવ્યું હોવાની રાવ
પાલનપુરમાં ડેરી જતા માર્ગ પર આવેલ આદર્શ સ્કૂલ આગળનો માર્ગ વરસાદમાં સાવ બિસ્માર હાલત બની જતા, નગરપાલિકા દ્રારા આ માર્ગ નું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. આ આરસીસી રોડના કામમાં લેવલિંગ કરાયું નથી. મોરમ મેટલ પાથર્યા વિના જ રોડ ઉપર સાવ તકલાદી રોડ ભરી દેવામાં આવ્યો હોવાની લોકોમાં બુમરાડ ઉઠવા પામી છે. ત્યારે લાખો રૂપિયા ના ખર્ચે બનેલા રોડ માં આચરવામાં આવેલી ગેરરીતિની ઉચ્ચસ્તરે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આ પણ વાંચો – ધી ભેળસેળ મામલો : હાઈકોર્ટ જામીન અરજી ફગાવે તે પહેલા જ આરોપીઓએ અરજી પાછી ખેંચી
પાલનપુર શહેરમાં વિકાસ ના નામે લાખો કરોડોના ખર્ચે રોડ રસ્તા બ્લોક સહીતના કામો કરવામાં આવે છે, અને બાદ માં પાણી તેમજ ગટરની લાઈનો નાખવા માટે લાખોના ખર્ચે બનાવેલ રોડ રસ્તા, બ્લોક ખોદી નાખવાની વર્ષો જૂની પ્રણાલી આજે પણ અકબંધ જોવા મળી રહી છે. જેના નમૂના રૂપે શહેર ના ડેરી રોડ પર આવેલ આદર્શ સ્કૂલ આગળનો માર્ગ તૂટી જતા અહીં અગાઉ તકલાદી ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. જે પણ ચોમાસામાં તૂટી જતા સતત વાહનો અને લોકોની અવર જવરથી ધમધમતા આ બિસ્માર માર્ગનું નગર પાલિકા દ્વારા ફરી નવીની કરણ કરાયું છે. જેમાં અહીં વરસાદી પાણીનો મારો હોવા છતાં લેવલિંગ તેમજ મેટલ કામ કર્યા વિનાજ રોડ ઉપર સાવ તલ પાપડી રોડ ભરી દેવામો આવ્યો હોઈ ગુણવત્તા હીન આ રોડ સતત વાહનોની અવરજવર અને સામાન્ય વરસાદમાં તૂટી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે પાલીકા દ્રારા જાહેર માર્ગોના નવીની કામમાં તલ પાપડી રોડની જગ્યાએ ટકાઉ રોડ બનાવવા માં આવે તેવી માંગ ઉઠી છે.
કલેકટર-એસપી ના નિવાસ સ્થાનને જોડતા રોડ ના કામમાં વેઠ વળાઈ
પાલનપુરમાં નગરપાલિકા હસ્તકના રોડ રસ્તાના કામોમાં કોન્ટ્રાક્ટરો સાવ વેઠ વાળવામાં આવતી હોય છે. જેમાં ડેરી રોડ પર આવેલ જિલ્લા કલેકટર અને પોલીસ અધિક્ષક ના નિવાસસ્થાનને જોડતા આદર્શ સ્કુલ આગ ના નવીન રોડના કામમાં સાવ વેઠ વાળવામાં આવતા આ રોડ ના કામ માં ગેરરીતિ આચરાઈ હોવાની રાવ ઉઠી છે ત્યારે જિલ્લા કલેકટર દ્વારા આ તકલાદી રોડ ની તટસ્થ તપાસ કરાવે તેવી લોક માંગ ઉઠી છે.