ગરવી તાકાત,અમીરગઢ
અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉકાળો અને માસ્ક વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરમપુર ગામના આદિવાસી લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.અને તેઓને વેક્તિ દીઠ માસ્ક અને ઉકાળો આપવામાં આવ્યાં હતાં.જેથી હાલમાં ચાલી રહેલા કોરોના નામની મહામારીથી બચવા માટે લોકોને માસ્ક પહેરીને ફરે તેવી અપીલ કરવામાં આવી હતી જેથી પોતાના સ્વાસ્થ્ય ને જાળવી રાખી શકે.

આ પણ વાંચો – પાલનપુર સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ સન્માન અને માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો

આ સમગ્ર કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા જેવા કે અમીરગઢ તાલુકા ભાજપ પ્રભારી કુનાલભાઇ ભટ્ટ તથા અમીરગઢ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતી  તથા મહામંત્રી કૈલાશભાઈ તથા ચેતનસિહ  તથા અમીરગઢ જીલ્લા પંચાયત ના ડેલીગેટ ડામોર અમરાભાઈ માંનાભાઈ  તથા અમીરગઢ તાલુકા પંચાયત ના પુવૅ પ્રમુખ રણજીતસિંહજી બાપુ તથા શક્તિપિઠ ના  પ્રમુખ તથા શક્તિકેદ્વના પ્રમુખ હાજર રહયા હતા.
રીપોર્ટ – જયંતી મેતીયા
Contribute Your Support by Sharing this News: