ગરવી તાકાત, પાટણ

પાટણમાં રોટરી ડાયાબીટીક કલબ  પાટણ દ્વારા આયોજીત રોગ નાબુદી અભિયાન અંતર્ગત નિઃશુલ્ક આયુર્વેદિક ઉકાળા તથા ચૂર્ણ વિતરણ કેમ્પ યોજાયો.

જેમાં શાસક પક્ષના નેતા તેમજ પાટણ નગરપાલિકાના ઉત્સાહી,મહેનતુ અને કર્મનિષ્ઠ કોર્પોરેટર મનોજભાઈ પટેલ, તથા પાટણ નગરપાલિકા પ્રમુખ અને અન્ય અગ્રણીઓ  ઉપસ્થિત રહ્યા હતા. કોર્પોરેટર મનોજભાઇ પટેલે જણાવ્યું હતું કે  અહીં નિઃશુલ્ક આયુર્વેદિક ઉકાળા અને ચૂર્ણ વિતરણ કરવામાં આવેલ છે. જેનો પ્રજાજનો લાભ લઇ શકશે હાલની કોરોના મહામારીમાં આયુર્વેદિક ઔષધી  સૌને ઉપયોગી નિવડશે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધશે. અગાઉ જુલાઈ માસમાં પણ પાટણ રોટરી ક્લબ દ્વારા વોશેબલ કપડાના 1000 નંગ માસ્કની વહેચણી કરવામાં આવેલ હતી.

Contribute Your Support by Sharing this News: