આણંદના ઠક્કર ખમણથી પ્રખ્યાત વેપારીના પત્નીનું શંકાસ્પદ મોત થયા ભારે ચકચાર મચી ગઈ છે. વેપારીની પત્નીનો મૃતદેહ બાથરૂમમાં મળ્યો હતો અને તેના ગળાના ભાગે ઈજાના નિશાન પણ હતા. જેથી પિયરીયાઓએ દીકરીના હત્યાની શંકા વ્યક્ત કરી છે
આણંદ-બોરસદ રોડ પર ઠક્કર ખમણ હાઉસ આવેલુ છે, જે આ વિસ્તારમાં પોપ્યુલર છે. ખમણના વેપારી અમિત ઠક્કરના લગ્ન સુરતના રોક્ષા નામની યુવતી સાથે થયા હતા. પંદર વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા. જેના બાદ તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે.સવારે રોક્ષાબેન પોતાના બાથરૂમમાં ન્હાવા ગયા હતા, તેના બાદ તેમનો મૃતદેહ બાથરૂમમાંથી મળ્યો હતો. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જતા તેઓ મૃત જાહેર કરાયા હતા
સમગ્ર ઘટના મામલે રોક્ષાબેનના પિયરના લોકો આશ્ચર્ય પામ્યા હતા. પહેલા દીકરી પડી જવાના અને બાદમાં તેમના મોતના સમાચાર મળતા તેઓ કંઈ સમજી શકે તેમ ન હતા. રોક્ષાબેનના પિયરના લોકોને હત્યાની શંકા ઉપજી હતી. તેમના ભાઈ ધવલ ગંગદેવે બહેનના પોસ્ટમોર્ટમની માંગ કરી હતી. કારણ કે, રોક્ષાબેનના ગળાના ભાગે ઈજાના નિશાન મળ્યા હતા. બહેનના મોત પાછળ સાસરીના લોકો જવાબદાર હોવાની તેમને શંકા છે
રોક્ષાબેન અને અમિત ઠક્કર વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલતો હતો, જેના વિશે રોક્ષાબેનના પરિવારજનો જાણતા હતા. ધવલભાઈ ગંગદેવે આક્ષેપ કર્યો હતો કે પાંચ-સાત વર્ષ અગાઉ મારો મોટા ભાઈ અંકુર બોરસદ ખાતે તેના ઘરે રહેવા માટે ગયો હતો. એ સમયે તે સુતો હતો. ત્યારે બેનની રૂમમાંથી મારવાનો અને તેના રડવાનો અવાજ આવતો હતો. જેને પગલે એ જ દિવસે તે તેની રોક્ષા તથા તેના બંને બાળકોને લઈને પિયર સુરત આવી ગયા હતા. બાદમાં દોઢ-બે મહિના રહ્યા બાદ તેઓએ સમાધાન કરી તેણીને પરત લઈ ગયા હતા
(ન્યુઝ એજન્સી)