ગરવી તાકાત, કડી
કડી શહેરની સેવાકીય પ્રવૃત્તિમાં હરહંમેશ અગ્રેસર રહેતી કરી જેસીસ સંસ્થામાં ૯ સપ્ટેમ્બરથી ૧૫ સપ્ટેમ્બર જેસી વીક ઉજવવામાં આવે છે જેમાં ચોથા દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કલોલની રેડક્રોસ સોસાયટી બ્લડ બેન્ક ઉપસ્થિત રહી હતી તેમાં ૩૦ બોટલ બ્લડ દાતાઓએ ડોનેટ કર્યું હતું તથા આ વીકમાં માસ્ક વિતરણ,PPE કીટ વિતરણ, પાણી બચાવો અભિયાન,વૃક્ષારોપણ વિગેરે સેવાકીય કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – કડીની એસ.વી.ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના ઓનલાઈન વેબિનારમાં એક્ટર પ્રતિક ગાંધીનુ ઉદ્દબોધન
આ બ્લડ બેન્ક કેમ્પમાં જેસી પ્રમુખ કડી દેવાંશી આચાર્ય,સેક્રેટરી વિનીત ખમાર,નગરપાલિકાના કોર્પોરેટર અલ્પા આશ્ચર્ય, ઇન્સ્પેક્ટર કલ્પેશભાઇ આચાર્ય વિશ્વ હિન્દુ પરિષદના દિનેશભાઇ પટેલ,જેસી જતીન, પટેલ જેસી રમેશ આચાર્ય,જેજે હર્ષ પટેલ,પ્રોજેક્ટ ડાયરેક્ટર ગોપી સોની ઉપસ્થિત રહ્યા હતા.