“ભાજપના ગુંડાઓને કાર્યક્રમોની પરમીશન મળે છે” -AAP ના કાર્યકર્તાની અટકાયત બાદ અધ્યક્ષ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાત આમ આદમી પાર્ટીના નવનિયુક્ત યુવા અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા મહેસાણા ખાતે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા આવ્યા હતા. અગાઉ તેમની બેઠકનુ સ્થળ સર્કીટ હાઉસ ખાતે રાખવામાં આવ્યુ હતુ પરંતુ તેમને પ્રશાસન દ્વારા પરમીશન નહી મળતા બેઠકનુ સ્થળ સીંધી સમાજની વાડી ખાતે બદલાયુ હતુ. પંરતુ પ્રશાસન દ્વારા ત્યા પણ પરમીશન નહી અપાતા ગોપાલ ઈટાલીયા, ગુજરાત પ્રદેશ ઉપ પ્રભારી દિલ્લી વિધાનસભાના ધારાસભ્ય ગુલાબસીંહ યાદવ સહીત તમામ કાર્યકર્તાઓ મહેસાણા પોલીસ સમક્ષ પરમીશન બાબતે રજુઆત કરવા જતા તમામ લોકોની અટકાયત કરી દેવાઈ હતી.

ગોપાલ ઈટાલીયાના આમ આદમી પાર્ટીમા જોડાયા બાદ પાર્ટીમાં નવો જોષ પુરાયો છે. પાર્ટી દ્વારા યુવા જોડો અભિયાન શરૂ કરી સેંકડો નવા કાર્યકર્તા પાર્ટીમાં જોડ્યા છે. પાર્ટીનો ગુજરાતમાં વધતો જતો વ્યાપને ધ્યાનમાં રાખતા સરકાર દ્વારા ગુજરાત આમ આદમી પાર્ટીના નવનિયુક્ત અધ્યની બેઠકને પરમિશન નહી આપી તેઓની અટકાયત કરી દેવામાં આવી હતી.

આમ આદમી પાર્ટી દ્વારા મહેસાણાં કોઈ ધરણા, કે પ્રદર્શન જેવો કાર્યક્રમ નહોતો યોજાવાનો માત્ર તેઓ સીંધી સમાજની વાડી જેવા પ્રાઈવેટ સ્થળે સામાન્ય બેઠક યોજવા જઈ રહ્યા હતા. પરંતુ સામાન્ય બેઠકને પણ પરમિશન નહી મળતા મહેસાણાના બીલાડી બાગથી પોલીસ સ્ટેશન સુધી કાર્યકર્તાઓ સાથે રજુઆત કરવા જઈ રહેલ ગોપાલ ઈટાલીયાને પોલીસે રાજમહેલ રોડ પાસેથી અટકાયત કરી ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડી ધરપકડ કરી લીધી હતી.

અધિક જીલ્લા મેજીસ્ટ્રેટે તારીખ 5 ડિસેમ્બરના રોજ એક જાહેરનામુ બહાર પાડી તારીખ 14 ડિસેમ્બર સુધી જાહેરમાં ધરણા,રેલી.સરઘસ જેવા કાર્યક્રમો ઉપર પ્રતીબંધ લગાવી 4 કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતીબંધ ફરમાવ્યો હતો. પરંતુ સોસાયટીમાં આવેલ વાડીમાં સામાન્ય બેઠકને પણ પરમીશન નહી મળતા ગોપાલ ઈટાલીયા સહીત તમામ કાર્યકર્તાઓ આ મામલે પોલીસને રજુઆત કરવા જઈ રહ્યા હતા ત્યા રાજમહેલ રોડ ઉપર તેમની ધરપકડ કરી દેવાઈ હતી. 

આ ધરપકડને ગોપાલ ઈટાલીયાએ તાનાશાહી સાથે જોડી કહ્યુ હતુ કે, અમારી ધરપકડ કરી દેવાઈ છે. ભાજપના ગુંડાઓને પરમીશન મળે છે કાર્યક્રમો કરવાની પરંતુ અમારા જેવાને નહી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.