ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી તેના અંતીમ દોરમાં આવી પહોંચી છે ત્યારે આજે વોટીંગના સમયે કોન્ગ્રેસ દ્વારા એક વિડિયો વાઈરલ કરવામાં આવ્યો છે. જેમાં ભાજપ દ્વારા લોકોને રૂપીયા આપી તેમના ઉમેદવારને વોટ કરવાની લાલચ આપવામાં આવી રહી છે. વિડિયોમાં ભાજપનો કાર્યકર્તા રૂપીયાના બદલે કરજણ શીટ ઉપર 1 નંબરના બટનને દબાવવાનુ કહી રહ્યો છે.
કોન્ગ્રેસ દ્વારા કરાયેલ આ વિડિયો કરજણ વિધાનસભા ક્ષેત્રના ઈટોલા ગામનો છે. અહિની વિધાનસભા શીટ ઉપર થી અક્ષય પટેલ ભાજપ તરફથી ચુંટણી લડી રહ્યા છે. વાઈરલ વિડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે ભાજપનો કાર્યકર્તા પોલીંગ બુથ ઉપર લોકોને પૈસા આપી મોકલી રહ્યો છે. અને સાથે સાથે 1 નંબરનુ બટન દબાવાનુ પણ કહી રહ્યો છે. પૈસાથી વોટ ખરીદવાનો આ વિડિયો વાઈરલ થતા ચુટંણી પંચ કહેવા ખાતર સજાગ થઈ ગયુ છે.
આ મામલે ચુંટણી પંચે પણ સંજ્ઞાન લીધુ છે. આ મામલે કોંગ્રેસના કરજણના ચૂંટણી એજન્ટ ઉપેન્દ્રસિંહ રણા અને કોંગ્રેસ અગ્રણી શૈલેશ અમીને ચૂંટણી અધિકારીને આ મામલે રજુઆત કરી છે. જેમાં ભાજપ દ્વારા પૈસા બદલે વોટ ખરીદી કરવા બદલ તત્કાત તેમની ધરપકડ કરવામાં આવે તથા આદર્શ આચારસંહિતાના ભંગ બદલ પણ તેઓની સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.
ભાજપ ઉપર અવાર નવાર પૈસાથી ધારાસભ્યો – સંસદ સભ્યો ખરીદવાના આરોપો લાગતા હોય છે. હમણા જ કોન્ગ્રેસ દ્વારા સોમાભાઈ પટેલનો વીડીયો વાઈરલ કરવામાં આવ્યો હતો. જેમા સોમાભાઈ પટેલ ખુદ સ્વીકારી રહ્યા છે કે અમને પૈસા આપવામાં આવ્યા હતા. સોમાભાઈ પટેલ 2017 ના ઈલેક્શનમાં કોન્ગ્રેસમાંથી જીતી આવ્યા હતા. પરંતુ તેઓ રાજ્યસભાના ઈલેક્શન સમયે કોન્ગ્રેસને છોડી મુકી હતી. ત્યાર બાદ તેમને ભાજપે ટીકીટ ના આપી હોવાથી તેમનો એક વિડિયો વાઈરલ થયો હતો. જેમાં તેઓ ખુદ સ્વીકારી રહ્યા હતા કે ધારાસભ્યોને ખરીદવા માટે ભાજપ 10 કરોડ રૂપીયા સૂુધી આપે છે. અને આ પૈસા રીલાયન્સ,ટાટા જેવા ઉધોગપતીઓ પાસેથી લાવે છે. તેમના વિડીયોને કોન્ગ્રેસ તેમના ટ્વીટર હેન્ડલ ઉપર છેલ્લા બે દિવસથી પીન ટ્વીટ કરી રાખ્યુ છે. જેથી વધુને વધુ લોકો આ હકીકતથી વાકેફ થઈ શકે.