ગરવી તાકાત,પાટણ
દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ હોઈ હાલમાં દેશની ઘણી જગ્યાએ લોકો  ઉજવી રહ્યા છે. ત્યારે સરસ્વતી તાલુકા ભાજપ ના કાર્યકરો દ્વારા કાંસા ગામે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે લોકોને ચશ્માં આપવામા આવ્યા હતા. તેમજ વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતુ. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સિત્તેરમા જન્મ દિવસને લઈ ને ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છેં.

આ પણ વાંચો – પાલનપુર સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ સન્માન અને માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો

આ પ્રસંગમાં ઉપસ્થિત ભાજપ ના જિલ્લા પ્રમુખ મોહનભાઈ પટેલ. સરસ્વતી તાલુકા પ્રમુખ સોવનજી ઠાકોર.મહામંત્રી પહેલાદજી ઠાકોર, ભાવેશભાઈ જોષી, અનું જાતિ મોરચાના અરવિંદભાઈ પરમાર અબલુવા, સરસ્વતી તાલુકાના રમેશભાઇ દેસાઇ બક્ષીપંચ મોરચાે મોરપા, કિશનભાઇ દેસાઈ, પુંકવાણા, ભરતજી ઠાકોર઼઼, બળદેવજી ઠાકોર, તેમજ સ્થાનિક લેવલે ઠાકોર કાન્તીજી, મુકેશ ઠાકોર હાજર રહ્યા હતા.
Contribute Your Support by Sharing this News: