હરિયાણા પોલીસે બે દિવસ વિસનગરમાં ધામા નાખ્યા:વિસનગર નગરપાલિકા ઉપપ્રમુખની છેતરપિંડીના કેસમાં હરિયાણા પોલીસે ધરપકડ કરી
ડબ્બા ટ્રેડિગમાં વિસનગર પાલિકાના ભાજપના ઉપપ્રમુખનું નામ સામે આવતાં પાર્ટીમાંથી સસ્પેન્ડ
ગરવી તાકાત, વિસનગર તા. 28 – મહેસાણા જિલ્લાના વિસનગર અને વડનગર પંથકમાં શેરબજારમા રોકાણ કરાવી લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ મામલે ફરિયાદો નોંધાતી હોય છે. જેમાં હરિયાણા પોલીસે આવા જ ઠગાઈ કેસમાં 2.7 કરોડની છેતરપીંડી કેસમાં વિસનગર પાલિકાના ઉપપ્રમુખનું નામ ખુલતા હરિયાણા પોલીસે વિસનગર આવી ઉપપ્રમુખને ઝડપી લઈ હરિયાણા લઈ જવાયા છે. જોકે આ સમગ્ર કેસમાં જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ઉપપ્રમુખ ને પાર્ટીના પ્રાથમિક થતા સક્રિય સભ્ય પદેથી સસ્પેન્ડ કરી દેવાયા છે.
હરિયાણા રાજ્યમાં ફરીદાબાદના સાયબર પોલીસ સ્ટેશનમાં ડબ્બા ટ્રેડિગનો ભોગ બનનાર એક શખ્સ દ્વારા ફરિયાદ કરવામાં આવતા આઈ.પી.સી કલમ 420 અને 120 મુજબ ગુનો નોંધાયો હતો.જે કેસમાં વિસનગરના શખ્સોના નામ ખુલતા હરિયાણા પોલીસ વિસનગર દોડી આવી તપાસ કરી જેમાં નગરપાલિકાના ઉપ પ્રમુખ વિષ્ણુજી ઠાકોરનું નામ ખુલતા હરિયાણા ના સાયબર ક્રાઈમ યુનિટના અધિકારીઓ વિસનગરમાં ધામાં નાખી વિસનગર શહેર પોલીસને જાણ કરી હતી પોલીસે નગરપાલિકાના ઉપ પ્રમુખ વિષ્ણુજી લવજીજી ઠાકોરને ડબ્બા ટ્રેડિગ પ્રકરણ માં ઝડપી હરિયાણા ખાતે લઈ જવામાં આવ્યા હતા.

સમગ્ર કેસ અંગે આ મામલો ટોક ઓફ ધ ટાઉન બનતા મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર દ્વારા વિસનગર પાલિકાના ઉપ પ્રમુખ વિષ્ણુજી ઠાકોર નું ડબ્બા ટ્રેડિગમાં નામ ખુલતા પોલીસ કાર્યવાહી થવા તેમજ ઉપ પ્રમુખના આ કૃત્ય દ્વારા ભારતીય જનતા પાર્ટીની પાર્ટીની છબી ખરડાઈ જતા હાલમાં વિષ્ણુજી ઠાકોર ને ભારતીય જનતા પાર્ટી ના પ્રાથમિક થતા સક્રિય સભ્ય પદેથી સસ્પેન્ડ કરી દેવાયો છે.