ગાંધીનગર કોર્પોરેશન જીતવા ભાજપે સાડીઓ તથા ચવાણાનુ વેચાણ શરૂ કર્યુ, AAPનો આક્ષેપ !

શેર કરવા અહીં ક્લિક કરો.

ગાંધીનગર મહાનગરપાલીકાની ચુંટણીનો પ્રચાર શાંત પડ્યો છે પરંતુ સોશીયલ મીડીયા પર કોંગ્રેસ, ભાજપ અને આપ વચ્ચે જંગ જારી છે. ગાંધીનગર મહાનગરપાલીકાનો જંગ આ વખતે ત્રીપાખીયો ખેલાઈ રહ્યો છે. જેમાં આમ આદમી પાર્ટી પણ પોતાની મજબુત દાવેદારી નોંધાવી રહી છે. એવામાં આપના નેતા ભાજપ ઉપર જોરદાર હુમલા કરતા જોવા મળી રહ્યા છે. જેમાં હવે આમ આદમી પાર્ટીએ ભાજપ પર મતદાતાઓને ખરીદવાનો આરોપ લગાવ્યો છે. જેમાં ભાજપ દ્વારા સાડી અને ચવાણુ વેચવાનો આરોપ લગાવ્યો છે.

ગુજરાત આમ આદમી પાર્ટીના સેક્રેટરી મનોજ સોરઠીયાએ સીઆર પાટીલ પર સીધો હુમલો કરી જણાવ્યુ છે કે, ગાંધીનગરમાં ભાજપ લોકોને સાડી અને ચવાણુ વેચી રહ્યા છે. પાટીલ ભાઊ આમ વોટ ખરિદવાથી પણ તમારો મેળ નહી પડે. એટલે આવી નિચ હરકત બંધ કરો.

તમને જણાવી દઈયે કે, ગત દિવસોમાં કેટલીક ન્યુઝ ચેનલ દ્વારા ગાંધીનગર ચુંટણીને લઈ એક ઓનલાઈન પોલમાં રીઝલ્ટ વિષે પુછવામાં આવ્યુ હતુ. જેમાં ABP ગ્રુપ તથા ઈન્ડીયા ટુડેના ડીઝીટલ સંસ્કરણ ગુજરાત તકના ઓનલાઈન પોલમાં આમ આદમી પાર્ટીની તરફેણમાં રૂજાન આવ્યુ હતુ. પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, ABP ગ્રુપ ઉપર ભાજપે દબાણ બનાવી રાત્રીના પ્રાઈમ ટાઈમ શોમાં આ સર્વેને બદલી ભાજપ તરફી રૂઝાન બતાવ્યુ હતુ. આ બાબતે AAP ના કાર્યકર્તાઓએ ABP Asmita ચેનલના એન્કર રોનક પટેલની પણ ખુબ આલોચના કરી હતી. જેમા ABP અસ્મીતાના એન્કર રોનક પટેલ ઉપર વેચાઈ ગયાના આરોપ પણ લગાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 30 સપ્ટેમ્બરના ABP Asmitaના “હુ તો બોલીશ” નામના શોમાં ભાજપને 22, કોંગ્રેસને 20 તથા આમ આદમી પાર્ટીને માત્ર 2 શીટો મળતી હોવાનુ સર્વેમાં જણાવવામાં આવ્યુ હતુ. જેથી આમ આદમી પાર્ટીના સમર્થકોએ સર્વેની વિશ્વસનિયતા ઉપર સવાલો ઉઠાવ્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.