— કોંગ્રેસના લોકસભાના પક્ષના નેતા અધિર રંજન ચૌધરી દ્વારા રાષ્ટ્રપતિ મામલે ટિપ્પણી કરાઇ હતી :
ગરવી તાકાત પાલનપુર : ગુજરાત પ્રદેશ ભરતીય જનતા પાર્ટી ના માનનીય અધ્યક્ષ સી.આર.પાટીલ અને બનાસકાંઠા જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન મુજબ કોંગ્રેસના લોકસભા પક્ષના નેતા દ્વારા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂજી માટે ઈરાદા પૂર્વક અશોભનીય શબ્દ પ્રયોગ કરવા બદલ બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જિલ્લા મહામંત્રી ડાહ્યાભાઈ પિલિયાતર અને દિલીપભાઈ વાઘેલાની ઉપસ્થિતિમાં કોંગ્રેસના લોકસભાના પક્ષના નેતા અધિર રંજન ચૌધરી દ્વારા પ્રથમ મહિલા આદિવાસી મહામહીમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી માટે અશોભનીય શબ્દોનો પ્રયોગ ઇરાદા પૂર્વક કરવામાં આવ્યો છે,
જેના વિરોધમાં આજરોજ સાંજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર કલેકટર કચેરી પાસે અધિર રંજન ચૌધરી વિરુધ્ધ સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં જિલ્લા સંગઠનના અને પાલનપુર શહેર અને તાલુકાના આગેવાનો, હોદેદારો, નગરપાલિકા પ્રમુખ સહીત કમિટીઓના ચેરમેન અને સભ્યો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.
તસવિર અને અહેવાલ : જયંતિ મેતિયા – પાલનપુર