ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની જાહેરાત રૂપાણી, નીતિન પટેલ સહિત ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપે આજે ૧૪ સભ્યોની પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત કરવામા આવી છે. આ સમિતિમાં રૂપાણી સરકારમાંથી ચાર મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને જસવંતસિંહ ભાભોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ૧૨ કોર ગ્રૃપના સભ્યો પણ જાહેર કરવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો બંને સમિતિઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે

આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી ઉમેદવારોની ટીકિટો નક્કી કરવા માટે પાર્લામેન્ટરી બોર્ડની પેનલ મળતી હોય છે. આ પેનલ દ્વારા સેન્સ પ્રક્રિયા બાદ નક્કી કરવામા આવેલા ઉમેદવારોના નામ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવતાં હોય છે. ત્યાર બાદ ભાજપમાં ઉમેદવારની ટીકિટ ફાઈનલ કરવામાં આવે છે. હવે આગામી વિધાનસભાની ચૂંટણી માટે પણ ભાજપમાં ૧૪ સભ્યોની આ સમિતિ ઉમેદવારોની સેન્સ લેશે. ભાજપે ચાર સભ્યોની શિસ્ત સમિતિની પણ જાહેરાત કરી છે

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ૫૭૯ મંડળ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. જેમાં તેમણે બુથ સમિતિ તેમજ પેજ સમિતિની સંરચના થકી મંડળને મજબૂત કરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીઓમાં પેજ સમિતિ થકી તમામે તમામ ૧૮૨ બેઠકો જીતવાનો લક્ષ્યાંક પરિપૂર્ણ થશે. વડાપ્રધાન મોદી પેજ સમિતિના કાર્યકર્તાઓને ૨૫મી જાન્યુઆરીએ નમો એપના માધ્યમથી સંબોધન કરશે. ગુજરાત રાજ્યમાં પેજ સમિતિ સંગઠનનું કાર્ય લગભગ પૂર્ણતાના આરે છે. ભાજપ દ્વારા માઈક્રો ડોનેશન કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. તેમાં તમામ શ્રેણીના કાર્યકર્તાઓ પોતપોતાની ઈચ્છા શક્તિ મુજબ ૫ રૂપિયા થી લઈ ૧૦૦૦ રૂપિયા સુધીનું માઈક્રો ડોનેશન આપી શકે છે તેનું કાર્ય પણ બુથ સ્તરે હાથ ધરાયું છે.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.