— મહેસાણામાં માલધારી સમાજનો વિરોધ પ્રદર્શન, કલેકટરને આવેદન અપાયું :
— જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખના વિવાદિત નિવેદન સામે માલધારી સમાજ આગબબૂલા :
— શ્યામ દેસાઈએ કહ્યું કાયદા વિશે 90% ભાજપ સરકાર કંઈ જાણતી નથી :
— ગાયને લઈ બનાવવામાં આવેલો કાયદો પરત ખેંચવા માટે માગણી બુલંદ :
— કાળો કાયદો પાછું ખેંચો તેવા સુત્રોચ્ચારો સાથે માલધારીઓએ પાણી બતાવ્યું :
ગરવી તાકાત મહેસાણા : ગુજરાતની ભાજપ સરકારે ગાયો માટે માલધારીઓને બાનમાં લેવા માટે નવો કાયદો બનાવવાની કવાયત હાથ ધરી છે. જેને લઇને માલધારી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આજે ગુજરાત ભરના માલધારી સમાજના લોકોએ સંબંધિત તંત્રના અધિકારીઓને આવેદનપત્ર આપી કાળો કાયદો પરત ખેંચવા માટે પોતાની માગણી બુલંદ બનાવી છે. મહેસાણા જિલ્લામાં પણ માલધારી સમાજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાયદો પરત ખેંચવા માટે જિલ્લા કલેકટરને આવેદન આપ્યું છે. બીજી તરફ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્યામ દેખાઈએ 90% ભાજપની સરકાર આ કાયદા વિશે કંઈ જાણતી નથી તેવું વિવાદિત નિવેદન આપતા સમગ્ર માલધારી સમાજ આગબબૂલા થયો છે. સંભવત આગામી સમયમાં સમાજ દ્વારા શ્યામ દેસાઇ સામે પણ મોરચો મંડાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં રખડતા ઢોરોના મુદ્દે માલધારીઓ સામે કાનૂની રાહ એ પગલા લેવાનો નિર્ણય કર્યો છે. જેથી રાજ્યમાં વસવાટ કરતો માલધારી સમાજ સરકારથી ભારે નારાજ થયો છે. સમાજના આગેવાનોએ ગૌચર જમીનો પાછી આપી ઢોરઢાખર બાંધવા માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા માટે સરકાર પાસે માગણી બુલંદ કરી છે. બીજી તરફ માલધારી સમાજ તરફથી સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારની સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. એટલું જ નહીં સરકાર જો માલધારીઓને ટાર્ગેટ બનાવશે તો તેના પરિણામ આગામી ચૂંટણીમાં અત્યંત ખરાબ આવશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે. માલધારી સમાજ ઈછી રહ્યો છે કે સરકાર જે નિર્ણય કરી રહ્યા છે તે ગેર વ્યાજબી છે. માલધારી સમાજને તેમના હક આપી દેવા માગણી કરાઈ છે. બીજી તરફ ઢોર બાંધવા માટે શું વ્યવસ્થિત જગ્યા પણ આપવા માટે સરકારને પત્રો લખવામાં આવ્યા છે.
— ગૌચર જમીનો રહી નથી ઢોર જાય ક્યાં? માલધારીઓનો રોષ :
સરકારે ગૌચર જમીનોને શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ કરી માલેતુજાર લોકોને જમીનો વેચી મારી છે. જેને લઈને શહેરી વિસ્તારમાં ઢોર ઢાખર ધરાવતાં માલધારીઓ પોતાના પશુઓ ક્યાં બાંધે તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. માલધારી સમાજ કહે છે કે ગૌચર જમીનો જે વહેંચી દેવાય છે તે પરત માલધારીને આપી દેવાય જેથી ત્યાં ઢોર ઢાખણને રાખી શકાય. સરકાર યોગ્ય વ્યવસ્થા ગોઠવી આપે તેવી માગણી બુલંદ બની છે.
તસવિર અને અહેવાલ : પિન્ટુભાઈ દેસાઈ-વડનગર