ગુજરાતમાં ભાજપ, હિમાચલમાં કોંગ્રેસ અને દિલ્લી એમસીડીમાં ‘આપ’ ભાજપનો નારો ‘સૌનો સાથ સૌનો વિકાસ’

શેર કરવા અહીં ક્લિક કરો.

કોંગ્રેસ- 39, ભાજપ-26, હિમાચલમાં પરિવર્તન, ગુજરાતમાં પુનરાવર્તનનો પવન ફૂંકાયો

ગરવી તાકાત, તા. ૦૮

હિમાચલ પ્રદેશમાં 68 વિધાનસભા બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. કોંગ્રેસ સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધી 25 સીટો જીતી છે, જ્યારે તે 14 સીટો પર આગળ ચાલી રહી છે. ભાજપે 13 બેઠકો જીતી છે. 13 પર આગળ ચાલી રહ્યા છે. અન્ય ઉમેદવારોએ 2 બેઠકો જીતી છે અને એકમાં આગળ છે. MCDમાં જીત મેળવનાર AAP અહીં ખાતું પણ ખોલાવી શકી નથી.

હિમાચલ પ્રદેશમાં સરાજથી CM જયરામ ઠાકુરે કોંગ્રેસના ચેતરામ ઠાકુરને હરાવીને જીત મેળવી છે. બીજી તરફ મંડી જિલ્લાની સુંદરનગર સીટ પર ભાજપના રાકેશ જામવાલે કોંગ્રેસના સોહન લાલ ઠાકુરને 8,125 મતોથી હરાવ્યા છે. હિમાચલ પ્રદેશમાં AAP પોતાનું ખાતું પણ ખોલાવી શક્યું નથી. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. હિમાચલમાં 12 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થયું હતું. CM જયરામ ઠાકુર છઠ્ઠી વખત ચૂંટણી જીત્યા છે. લાહૌલ-સ્પીતિ સીટ પર, કોંગ્રેસના રવિ ઠાકુરે જયરામ સરકારમાં મંત્રી રહેલા ડૉ. રામલાલ મારકંડાને હરાવ્યા છે. કાંગડાની જયસિંહપુર સીટ પરથી યવિન્દર સિનર ગોમાએ ભાજપના રવિન્દ્ર ધીમાનને અને નગરોટા સીટ પરથી રઘુબીર સિંહે ભાજપના અરુણ કુમાર મેહરાને હરાવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર હિમાચલમાં જીત બાદ કોંગ્રેસમાં સીએમ ચહેરાને લઈને મંથન શરૂ થઈ ગયું છે. હિમાચલ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સુખવિંદર સિંહ સુખુના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. પ્રતિભા સિંહ હિમાચલ પ્રદેશના મંડીથી સાંસદ છે. તેઓ હિમાચલના પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પત્ની છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.