મેન્ડેડ જાહેર થતા દિગ્ગજ આગેવાનોમાં કભી ખુશી કભી ગમનો માહોલ
મહેસાણા જિલ્લાના મહામંત્રી જે એફ ચૌધરી, અને ભગાજી ઠાકોર ઉમેદવારોના મેન્ડેડ લઈ કડી એપીએમસી પહોંચ્યા હતા
ગરવી તાકાત, કડી તા. 01 – કડી એપીએમસીની ચૂંટણીને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ એપીએમસીની ચૂંટણીને લઇ 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા જ્યારે ભારતીય જનતા પાર્ટી મહેસાણા જિલ્લાના મહામંત્રી કડી માર્કેટ યાર્ડમાં કાર્યકરો તેમજ ઉમેદવારોની વચ્ચે મેન્ડેડ લઈને આવી પહોંચ્યા હતા અને તેઓએ નામ જાહેર કરાતા દિગગજ અગ્રણીઓ અને સ્થાનિક નેતાઓના નામ કપાતા કભી ખુશી કભી ગમનો માહોલ જોવા મળ્યો હતો

કડી એપીએમસીની ચૂંટણીને લઈને ગરમાંઓ જોવા મળી રહ્યો છે તેમજ રસાકસી પણ સામે આવી રહી છે પાંચમી ડિસેમ્બરે કડી એપીએમસીની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. એપીએમસીની ચૂંટણીને લઇ ભાજપમાં અંદરો અંદર ખેંચાણ તાણ જોવા મળી હતી. 25 માંથી બેથી વધુ કોંગ્રેસના ઉમેદવારો, અને 20 થી વધુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે જ્યારે ભારતીય જનતા પાર્ટી એ કેટલાક દિગ્ગજ આગેવાનો અને અગ્રણીઓને પડતા મૂકીને 10 ઉમેદવારોના નામ જાહેર કરતા કભી ખુશી કભી ગમ નો માહોલ જોવા મળ્યો હતો
કડી એપીએમસીની ચૂંટણીને લઇ ગરમાવો સામે આવી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી મહેસાણા જિલ્લાના મહામંત્રી જે એફ ચૌધરી, અને ભગાજી ઠાકોર ઉમેદવારોના મેન્ડેડ લઈને કડી એપીએમસી ખાતે આવી પહોંચ્યા હતા અને હોદ્દેદારો તેમજ ઉમેદવારોની વચ્ચે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી નવા નિશાળીયા ઉમેદવારોને મોકો આપ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે જ્યારે 6 થી વધુ દિગ્ગજ અને સ્થાનિક અગ્રણીઓમા નારાજગી જોવા મળી હતી. કડી એપીએમસીની આગલી બોડીમાં હિમાંશુભાઈ ખમાર અને ઘનશ્યામભાઈ પટેલને રીપીટ કરવામાં આવ્યા છે તેમજ નવા 8 ઉમેદવારોને ભાજપે મોકો આપતા કાર્યકર્તાઓમાં અજમંચસ ની પરિસ્થિતિ જોવા મળી હતી
ભાજપના 10 ઉમેદવારો ના મેન્ડેડ જાહેર
કોને મળ્યા મેન્ડડ
ઘનશ્યામ પટેલ, ડાંગરવા
શૈલેષ પટેલ, ડરણ
જગદીશ પટેલ, ઉમાનગર
જીતેન્દ્ર પટેલ, કલ્યાણપુરા
સંદીપ પટેલ, નાની કડી
ગિરીશ પટેલ, સોનવડ
પ્રહલાદ પટેલ, દૂમાસણ
ગોવિંદ પટેલ, ગોવિંદપુરા
હિમાંશુ ખમાર, કડી
શૈલેષ ઠાકોર, લુણાસણ
કડી એપીએમસીની ચૂંટણીને લઇ ગત સોમવારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નો રીપીટ થિયરી ની ફોર્મ્યુલા અપનાવી હતી મેન્ડેડ જોતા ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ફોર્મુલા અપનાવી હોય તેવું જોવા મળી રહ્યું છે જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના લેવલેથી 10 નામો મોકલવામાં આવ્યા હતા જેમાંથી પક્ષ દ્વારા આઠ ઉમેદવારોને મેન્ડેટ આપ્યા હતા અને બે ઉમેદવારોને કાપવામાં આવતા આંતરિક નારાજગીનો શું જોવા મળી રહી છે.