રાજ્ય સરકાર દ્વારા રોજગારીના પ્રશ્નો હલ કરવા માટે કુટિર ઉદ્યોગ ખાતા મારફતે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના શિક્ષિત બેરોજગાર યુવા વર્ગને તથા કુટિર ઉદ્યોગ ક્ષેત્રના કારીગરોને રાષ્ટ્રીયકૃતબેન્કો, અન્ય સહકારી બેન્કો તથા નાણાંકિય સંસ્થાઓ મારફતે લોન મેળવી આપવાની શ્રી વાજપેયી બેન્કેબલ યોજના અમલમાં મુકવામાં આવી હતી. જેનો લાભ પશુપાલકોને પણ આપવામાં આવતો હતો જે લોન થકી ભેંસો ગાયો ખરીદીને પોતાના પરિવારનું ભરણપોષણ કરવામાં પશુપાલકોને મદદ મળતી હતી. પરંતુ ૦૧-૦૬-૨૦૨૦થી શ્રી વાજપેઇ બેન્કેબલ યોજના બંધ કરવામાં આવી છે અને તેમાં સુધારણા પ્રક્રિયા હાથ ધરવાનો ફતવો સરકારે જાહેર કર્યો છે. ત્યારે આજે ચાર માસ જેટલો સમય થવા છતાં આ યોજના હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. જેને કારણે પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવતાં પશુપાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ સરકારે પોતાના ફતવામાં એવો ગુજરાતના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો અને બેન્કોને એવો નિર્દેશ કર્યો છે કે જે ફાઇલો ૧-૬-૨૦ અગાઉ આવી છે તેમની પર પણ રોક લગાવી પશુપાલકો સાથે સરકારે મશ્કરી કરી છે. યોગ્ય છે કે સુધારણા પ્રક્રિયા હેઠળ ૧-૬થી આ યોજના બંધ કરી છે. પરંતુ ૧-૬-૨૦ અગાઉ આવેલી અને બેન્કોમાં પડેલી ફાઇલો પર પણ સરકારે રોક લગાવી દેવામાં આવતાં પશુપાલકો સરકારની આ ક્રૂર નિતીના વિરોધમાં હૈયાવરાળ ઠાલવી રહ્યા છે.

આ પણ વાંચો – જમીન માપણી: વાંધા અરજીના આંકડાઓની માયાજાળ ફેલાવી પ્રાઈવેટ એજન્સીઓને છાવરવાના પ્રયાસ

સરકાર ખેડૂતોની આવક ૨૦૨૦ સુધીમાં બમણી કરવાની સુફિયાણી વાતો કરી રહી છે તો શું ખરેખર સરકારની આ સુફિયાણી વાતો સાચી કે પછી ખેડૂતોના હિતમાં ચાલતી આવી શ્રી વાજપેઇ બેન્કેબલ યોજના પર રોક લગાવી દઇ નાના નાના ખેડૂતોને મળતા લાભો ઝુંટવી લઇને ખેડૂતોને ખતમ કરવા માગે છે. નાના પશુપાલન સાથે ખેતી કરતા નાના સીમાંત ખેડૂતોનું અસ્તિત્વ ખતમ કરી નાખવા નિતી સરકારે અપનાવી હોય તેવી પ્રતિતિ ખેડૂતો પશુપાલકો કરી રહ્યા છે. અગાઉની સરકારો ગરીબી હટાવોના નારા આપતી અને ગરીબી તો ના હટાવી પણ ગરીબોને હટાવ્યાં ત્યારે ગરીબોના વિકાસની વાતો કરતી આ ભાજપા સરકાર નાના નાના ઉદ્યોગો અને નાના નાના ખેડૂતો પશુપાલકોને મળતા આ લાભો પણ ઝુંટવીને શું એમને આપઘાતના માર્ગે જવા માટે મજબુર કરવા માંગે છે. અત્યારના આ કોરોનાની વૈશ્વિક મહામારીમાં સૌથી વધારે મુશ્કેલી જે વર્ગને પડી રહી છે એ આ નાના નાના વેપારી અને નાના ખેડૂતો પશુપાલકો છે, તો આવા નાના ગરીબ વર્ગને સાથ સહકાર આપવાની બદલે સરકાર દ્વારા મળતા લાભો બંધ કરી રૂપાણી સાહેબ શું સાબિત કરવા માંગે છે.

આ પણ વાંચો – ફરિયાદીને આરોપી બનાવતુ ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ, પીવીએસ શર્માના ઘરે આઈટી રેડ

આ પ્રોજેક્ટ પ્રોફાઇલ્સથી કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેન્કો તથા સહકારી બેન્કો અને અન્ય નાણાંકિય સંસ્થાઓને પણ જરૂરી માર્ગદર્શન પુરુ પાડવામાં આવતું હતું. પરંતુ રાજ્ય સરકારશ્રી દ્વારા વાજપાઇ બેન્કેબલ યોજનાના માળખામાં ફેરફારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહેલ હોઇ તા. ૦૧-૦૬-૨૦૨૦થી કોઇપણ અરજી સ્વીકારવાની કે કચેરીમાં બોલાવવા નહી કે કોઇપણ અરજી બેન્કોને ભલાસમણ કરવાની રહેતી નથી. તા. ૦૧-૦૬-૨૦૨૦ પછી ભલાસમણ કરવામાં આવશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી જે તે અધિકારી તથા જનરલ મેનેજરને સોંપવામાં આવી છે. ઉપરોક્ત ફતવાની જાણ તમામ જિલ્લાના એલડીએમ તથા જિલ્લાની તમામ બેન્કોને કરી બેંકો દ્વારા પણ બેંકોેમાં હાલ પડતર અરજીઓ પૈકી કોઇ લોન મંજૂર ના કરવા કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગની કચેરી, અધિક નિયામક, ગાંધીનગર દ્વારા તમામ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને જરૂરી સુચનાઓ આપવામાં આવેલી છે.

Contribute Your Support by Sharing this News: