ભાજપના સાંસદનું કહેવું છે કે તેમની પાર્ટીને મુસ્લિમ વોટ નથી મળતા કારણ કે તેમની પાર્ટીએ કલમ 370 હટાવી દીધી છે અને અયોધ્યા અને કાશીમાં મંદિરો બનાવ્યા છે. ભાજપ સાંસદ સુબ્રત પાઠકે કન્નૌજમાં એક સભાને સંબોધિત કરતા આ વાત કહી હતી. તેમણે કહ્યું કે ભાજપને એવા લોકોના વોટ નથી જાેઈતા જેઓ આતંકવાદનું સમર્થન કરે છે, પાકિસ્તાન તરફી નારા લગાવે છે. કન્નૌજના ભાજપ સાંસદે જ કહ્યું હતું કે, “અમને (મુસ્લિમો) વોટ નહીં મળે કારણ કે અમે કલમ 370 હટાવી, અયોધ્યા અને કાશીમાં મંદિરો બનાવ્યા અને મથુરામાં પણ મંદિરો બનાવીશું. ભાજપ આતંકવાદને સમર્થન કરનારાઓના મત નથી માંગતા.
શેર કરવામાં આવેલા વીડિયોમાં ભાજપ સાંસદ કહેતા જાેવા મળી રહ્યા છે કે ‘કોઇએ મત આપવો હોય તો આપે ન આપવું હોય તો ન આપે.આ પહેલા સાંસદે કહ્યું હતું કે, “ભારતીય જનતા પાર્ટીએ મકાનો આપ્યાં છે તો એ નથી પૂછ્યું કે તમારો ધર્મ શું છે. જાે ભારતીય જનતા પાર્ટીએ શૌચાલય બનાવ્યા છે તો તેણે કોઈની જાતિ નથી પૂછી, કોઈનો ધર્મ નથી પૂછ્યો.”
તેમણે કહ્યું કે, જાે સંખ્યાની વાત કરીએ તો 100 ઘરો બન્યા હશે, તો તેમાંથી 30 મુસ્લિમો માટે પણ બન્યા હશે,પરતું અમે કોઇની જાતિ કે ધર્મ પુછ્યા નથી તે મત નહી આપે તેનું કારણ કે અમે 370 કલમ નાબૂદ કરી છે. આ ઉપરાંત અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું છે.
(ન્યુઝ એજન્સી)