જામનગરના ભાજપના જ કોર્પોરેટરે ઢોલ વગાડી પ્રશાસનના કાન ખોલવાનો પ્રયાસ કર્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

 જામનગરના ભાજપ પક્ષના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાસણીયા અનેક વાર જનતાનો અવાજ ઉઠાવતા રહે છે. આજે તેઓ ખુદ મહાનગરપાલીકાના પરિસરમાં આવી ઢોલ વગાડી તંત્રના કાન ઉઘાડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેઓ મધુબન સોસાયટીમાં 15 દિવસથી ગટરનુ દુષીત પાણી આવતા તંત્રએ કોઈ કામ ન કરી હોવાથી તેમના કાન ઉઘાડવાનો પ્રયાસ કર્યો હતો.

રચનાબેન નંદાસણીયાએ કમિશનર ઓફિસમાં પણ ઢોલ વગાડી દૂષિત પાણીના પ્રશ્ને નિરાકરણ ન આવતા હંગામો મચાવ્યો હતો. જેમાં તેઓએ બપોરના બાર વાગ્યા થી લઈ છેક પાંચ વાગ્યા સુધી ઢોલ વગાડવાનુ ચાલુ રાખ્યુ હતુ. તેઓ એટલા સુધી ના રોકાતા તેમને પ્રશાસને ચેતવણી આપી હતી કે જ્યા સુંધી તેમના પ્રશ્નોનુ નિરાકરણ ના આવે ત્યા સુધી તેઓ ઢોલ વગાડતા રહેશે.

આ પણ વાંચો – પરેશ ધાનાણીનુ ટ્વીટ વોર, પરંતુ અન્ય કોન્ગ્રેસી દુર કેમ ?

વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે જ્યાં સુધી અમને ચોખ્ખું પાણી નહીં મળે ત્યાં સુધી હું કમિશનર સાહેબની ઓફિસ બહાર ઢોલ વગાડતી રહીશ. ચોખ્ખું પાણી મળશે પછી જ ઘરે જઈશ. મધુબન સોસાટીની શેરીઓમાં સાવ ગટરનું પાણી આવે છે. આના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. કમિશનર સાહેબના કાને મારી વાત સંભળાય એ માટે ઢોલ વગાડી રહી છું. કારણ કે બે દિવસથી તેઓ લોકોની વાત સાંભળતા નથી. આ માટે ઢોલ સાથે રજૂઆત કરવા માટે આવી છું.

રચનાબેન અગાઉ પણ રેહડી પટરી વાળાના સમર્થનમાં અને પ્રશાસનની વિરૂધ અવાજ ઉઠાવ્યો હતો. જેમાં તેઓઓ રેહટી પટરી વાળા ઉપર પ્રશાસન દ્વારા દંડાવાળી કરાતા તેમના સમર્થન કરી ચુક્યા છે. તથા સોલીડ વેસ્ટ વિભાગના નિષ્ક્રીયતા, વિભાગના કર્મચારી અને અધિકારીઓના તોછડાઈભર્યા વર્તન અને ભ્રષ્ટાચાર અંગે ગંભીર આક્ષેપો કરીને રાજ્યના મુખ્યમંત્રી સહિત  વેદનપત્ર પાઠવી કડક પગલા ભરવા માંગણી કરી ચુક્યા છે. તેઓ ભાજપ પક્ષમાં હોવા છતા પણ અવાર નવાર પ્રશાસનની વિરૂધ્ધમાં અવાજ ઉઠાવતા હોવાથી તેઓ અનેક વાર ચર્ચામાં આવ્યા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.