-
દિલ્હીના કેંટ વિધાનસભાના નાંગલ ગામની વાલ્મિકી સમાજની બાળકી પર દુષ્કર્મ મામલે..
-
પાલનપુર ખાતે ભાજપાના જિલ્લાના સેલો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર અપાયું
દિલ્હીના કેંટ વિધાનસભાના નાંગલ ગામની 9 વર્ષની દલિત વાલ્મિકી સમાજની બાળકી પર દુષ્કર્મ આચરવાના કિસ્સામાં આજે પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર કચેરીએ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના સેલ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવી બળાત્કાર કરનાર આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી.
આ પણ વાંચો – નીતિન પટેલના ગઢમાં આમ આદમી પાર્ટીની જન સંવેદના કાર્યક્રમને જોરદાર સફળતા !
દિલ્હીના કેંટ વિધાનસભાના નાંગલ ગામની 9 વર્ષની વાલ્મિકી સમાજની બાળકી પર દુષ્કર્મ આચરી નરાધમોએ જીવતી સળગાવી દઇ જે અધમ કૃત્ય કરવામાં આવ્યું છે તે ઘટનાને અંજામ આપનાર આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેને ફાંસી કરવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત પ્રદેશ ભાજપ સફાઈ કામદાર સેલ તેમજ ગુજરાત જિલ્લા કક્ષાના સેલો દ્વારા પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું છે કે દિલ્હીમાં આપની સરકારમાં વારંવાર દલિતો અને વાલ્મિકી સમાજ પર અત્યાચારની ઘટનાઓ વધી રહી છે. કેજરીવાલની સરકારે તાત્કાલિક અસરથી બરખાસ્ત કરવામાં આવે અને દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તેમજ ઉપરોક્ત બનાવમાં આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી કેન્દ્ર શાસીત પ્રદેશ હોવાથી અહીયા લો એન્ડ ઓર્ડર, પોલીસ ડીપાર્ટમેન્ટ કેન્દ્રીય ગૃહ મંત્રાલય એટલે કે અમીત શાહના અન્ડરમાં આવે છે.