જન્મોજનમનો પ્રેમઃ સુરતનો પ્રેરણાદાયક કિસ્સો પત્નીએ પતિને 70% લીવર ડોનેટ કરી નવજીવન આપ્યું : કળયુગમાં સત્યવાન-સાવિત્રીની યાદ અપાવી

શેર કરવા અહીં ક્લિક કરો.

— પતિની તબિયત અને ખર્ચ અંગે ચિંતિત હોવા છતાં ફોરમબેને બહાદુરી બતાવી : પોતાના જ સેમ્પલ મેચ થતા ખુશીનો પાર ન હતો

— શિરેનભાઈએ કહ્યું કે, મારી પત્નીએ મારો જીવ બચાવ્યો છે, જે માટે હું તેનો આભારી છું. એક તરફ મારી તબિયત અને બીજી તરફ ખર્ચને લઇ મારી પત્ની ચિંતિત હતી.

કોરોનાકાળમાં સગાવ્હાલાઓએ એકબીજાના હાથ છોડાવ્યા હોય તેવા અનેક કિસ્સા જોવા મળ્યા છે. જો કે તેની સામે સમાજમાં એક ઉત્તમ દ્રષ્ટાંત રજૂ કરે તેવો કેસ જોવા મળ્યો છે. પતિનું લીવર ફેઈલ થતા પત્નીએ એક પણ સેકન્ડ વ્યય કર્યા વિના પોતાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું અને તેમાં લીવર મેચ થતા પતિને લીવરનો 70 ટકા ભાગ આપીને તેમને જીવનદાન આપી કળિયુગમાં સાવિત્રી સમાન બન્યા છે.

લગ્નબાદ વર્ષો જતા પ્રેમ નામશેષ થઈ જવાના અનેક કિસ્સાઓ વચ્ચે અડાજણના ફોરમ અને શિરેન અંજીરવાલાનો પ્રેમ આજના યુવાનો માટે એક પ્રેરણા રૂપ બન્યો છે. વર્ષ 2005માં ફોરમની મુલાકાત શિરીન સાથે ફોરમ અંજીરવાલાની બેને કરાવી હતી અને વર્ષ 2007માં કોર્ટમાં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા પતિ શિરેનને દિલ આપનાર પત્ની ફોરમે લગ્ન બાદ પતિને 70 ટકા લીવર ડોનેટ કર્યું છે. શિરેન આઇટી ક્ષેત્ર સાથે જોડાયલ છે, જ્યારે ફોરમ ઈન્સ્યુરન્સ ક્ષેત્રમાં કાર્યરત છે. વર્ષ 2020માં શિરેનની તબિયત લથડી હતી અને ડોકટરી તપાસમાં શિરીનને લીવર સીરોસીસ નામની જીવલેણ બીમારી હોવાનું સામે આવ્યું હતું. ડોક્ટરે જણાવ્યું હતું કે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે અને કોરોનામાં ઈન્ફેક્શન વધવાની શક્યતાઓ પણ હતી. જેથી પરિવારે લીવર મેળવવા માટે રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું પરંતુ ખૂબ જ લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું હતું.

આ અંગે ફોરેમબેને કહ્યું કે, ડોક્ટરે સલાહ આપી હતી કે લાઈવ ડોનર પણ શિરેનને લીવર ડોનેટ કરી શકે છે. આ માટે મેં મારી  મેડિકલ પ્રક્રિયા શરૂ કરી હતી. મેડિકલ તપાસમાં મારું લીવર શિરેનમાં મેચ થઈ જતા મારી ખુશીનો કોઈ પાર નહોતો. મારામાં વિશ્વાસ આવી ગયો કે હવે મારો શિરેન બચી જશે. મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી હતી. ૧૫ દિવસ સુધી શિરેન અને 7 દિવસ હું હોસ્પિટલાઈઝ હતી. મને આનંદ છે કે, હું જેને સૌથી વધુ પ્રેમ કરું છું તેના માટે હું કઈ પણ કરી શકું છું મારા માટે શિરેનને પ્રેમની એક નાનકડી ભેટ છે.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.