ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જિલ્લા ના ધનસુરા તાલુકાના શીકા ગામના વતની વિપુલભાઈ છગનભાઈ પટેલ (સી.આર.સી) નવાપુરા તાલુકો-ઉમરેઠ જિલ્લો આણંદ ની અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત માં આણંદ જિલ્લાના મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી તારીખ-૨-૦૯-૨૦૧૯  ને સોમવારે ટીચર્સ યુનિવર્સિટી,ગાંધીનગર ખાતે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ની રાજ્ય કારોબારી ની બેઠક મહાસંઘ ના અધ્યક્ષ ભીખાભાઈ.આર.પટેલ ની અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં આણંદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ના મંત્રી તરીકે વિપુલભાઈ છગનભાઈ ની નિમણૂંક કરવામાં આવી હતી.સાથે સર્વાનુમતે ગુજરાત સરકાર ને આભાર પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો.વિપુલભાઈ પટેલ ની નિમણૂંક થતા આગેવાનો એ અભિનંદન પાઠવ્યા હતા.
તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી