ગરવી તાકાત પાટણ : પાટણમાં સરસ્વતી નદીમાં મેડિકલ દવાનો બાયો વેસ્ટ અંદર નાખતા પાણીમાં તરતો જોવા મળ્યો હતો. હાલમાં સરસ્વતી નદીનો પ્રવાહ ચાલુ હોય આ બાયો વેસ્ટ પાણીમાં તરીને જતો હોય લોકો અંદર ન્હાતા અને પસાર થતા હોય બાયો મેડિકલ વેસ્ટને લઇ લોકોના સ્વાસ્થ્યને નુકસાન થવાની ભીતિ ઊભી થવા પામી.
નદીના પ્રવાહમાં બાયો વેસ્ટ મેડિકલ નો જથ્થો ખુલ્લામાં તરી ને ફરી રહ્યો હોય આ પ્રવાહમાંથી લોકો પસાર થતા હોય તેમ જ નાવા પણ બાળકો પડતા હોય તેમના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થવા પામ્યો હતો.