પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,મહેસાણા: શહેરના મોઢેરા હાઇવે પરના સફળ કોમ્પ્લેક્ષમાં દુકાન આગળ પાર્ક કરેલ બાઈકની ધોળે દિવસે ચોરી થતા પોલીસ ફરિયાદ થઇ હતી.શહેર પોલીસ દફતરે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.

એચારાજી તાલુકાના ગાંભુ ગામના રહીશ ધવલકુમાર રમેશભાઈ રણછોડભાઈ પટેલ ઉ.વ.૨૯ જેઓએ પોતાનું જી.જે.૦૫.એફ.એસ.૦૫૨૯ નંબરનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ મહેસાણા હાઇવે પરના સફળ કોમ્પ્લેક્ષ માં પાર્ક કર્યું હતું. ૧૨મી સપ્ટેમ્બરના રોજ ખોડલ દુકાન આગળ પાર્ક કરેલ રૂ:-૧૦.૦૦૦ ની કિમતનું બાઈક કોઈ અજાણ્યો શખ્સ ધોળે દિવસે ચોરી ગયો હતો.આર.સી બુક પણ બાઈકની ડેકી માં હોય આર.તી.ઓ માંથી માહિતી મેળવી મહેસાણા શહેર પોલીસ મથક બી-ડીવીઝનમાં ગઈકાલે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના પગલે પોલીસે અજાણ્યા શકસ વિરુદ્ધ વાહન ચોરી નો ગુનો નોંધ્યો હતો.અને કાનૂની કાર્યવાહી કરી હતી.

Contribute Your Support by Sharing this News: