ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૧૬)

મહેસાણાના રામોસણા બ્રિજ પર આજે સવારે એક બાઇકચાલક સ્લિપ થઇ જતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. શહેરમાં વારંવાર બનતી અકસ્માતની ઘટનામાં આજે વધુ એક ઘટના શહેરના રામોસણા બ્રિજ પર બની છે. રામોસણા બ્રિજ પર એક બાઇક ચાલક સ્લિપ થઇ જતાં તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ. ઘટનાની લઇ બી ડીવીઝન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.