બેચરાજીના ચ઼ડાસણા રોડ ઉપર આઈ.આર.સી કંપની આગળ અકસ્માત સર્જાતા એક બાઈક સવાર ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. બાઈક સવાર ઈંટો બનાવતી ભઠ્ઠીમાં મજુરીનુ કામ કારવા જઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા સાધને જોરદાર ટક્કર મારી ફરાર થઈ ગયેલ.
મળતી માહીતી મુજબ ગુરૂવારના રોજ અમદાવાદના માંડલ ખાતે રહેતા બન્ને ભાઈ શૈલેષભાઈ ઓડ તથા અશોકભાઈ ઓડ ઐઠોર ગામે ઈટો બનાવતા ભઠ્ઠે મજુરી માટે જઈ રહ્યા હતા. જ્યા રસ્તા વચ્ચે અશોકભાઈ તેમના બાઈકમાં પેટ્રોલ પુરાવા ઉભા રહેતા તેમના નાના ભાઈ શૈલેષ તેમના બાઈકમાં આગળ નીકળી ગયા હતા. અગીયાર વાગ્યાની આસપાસ મહેસાણા તરફ જતા રોડ ઉપર ચડાસણા નજીક આઈ.આર.સી. કંપની આગળ કોઈ અજાણ્યા વાહને પુરઝડપે તેમના બાઈકને ટક્કર મારતા યુવકને માથાના તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થતા આસપાસથી લોકો તુંરત ભેગા થઈ ગયા હતા. પરંતુ એક્સીડેન્ટ એટલો તીવ્ર હતો કે બાઈકસવારના શરીરમાંથી વધારે લોહી વહી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. આ બનાવ અંગે બેચરાજી પોલીસને જાણ થતા અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.