— સરકાર દ્વારા પાટીદરા આંદોલન સમયે તોફાનોના કેસ પાછા ખેંચવાની શરૂઆત કરી દેવામાં આવી છે
— સરકાર દ્વારા અત્યાર સુધીમાં અમદાવાદ કોર્ટમાંથી 10 કેર પરત ખેંચવામાં આવ્યા છે :
— જ્યારે અન્ય ત્રણ કેસ માટે 15 એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવશે :
ગરવી તાકાત આમદાવાદ : રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાટીદાર નેતા અને આગેવાનો દ્વારા પાટીદાર આંદોલન સમયે કરવામાં આવેલા કેસ પરત ખેંચવા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ મામલે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને સરકાર દ્વારા પાટીદરા આંદોલન સમયે તોફાનોના કેસ પાછા ખેંચવાની શરૂઆત કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા અત્યાર સુધીમાં અમદાવાદ કોર્ટમાંથી 10 કેર પરત ખેંચવામાં આવ્યા છે. જ્યારે અન્ય ત્રણ કેસ માટે 15 એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવશે.
પાટીદાર આંદોલન સમયે જે કેસ પાટીદારો ઉપર લગાવવામાં આવ્યા હતા તે તમામ કેસ પાછા ખેંચવાની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદના ટોટલ 10 કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. જે તે સમયે કૃષ્ણનગર, રામોલ, બાપુનગર, નરોડા અને અન્ય જગ્યાઓ પર કેસ કરવામાં આવ્યા હતા. તેમાંથી અગાઉ પણ ત્રણ કેસ પાછા ખેંચવામાં આવ્યા હતા.
જે મેટ્રો કોર્ટમાં હતા અને આજે વધુ સાત કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. આ સાથે કુલ 10 કેસ પાછા ખેંચવામાં આવ્યા છે અને અન્ય ત્રણ કેસ છે જેનો 15 એપ્રિલે ચુકાદો આવશે. જેની વિડ્રો અરજી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.
હાર્દિક પટેલ સામે પણ જે અન્ય કેસ છે જેમાં રાજદ્રોહના કેસમાં પણ તેનું નામ રહ્યું છે. આ ઉપરાંત અન્ય બે કેસ છે જેની અરજી પેન્ડિંગ પડી છે. પંરતુ હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો ગુનો છે અને તેના પાછા ખેંચવાની વાતચીત ચાલી રહી છે. અગાઉ પાટિદાર દ્વારા કેસ પાછા ખેંચવાની માંગણી કરવામાં આવી હતી. જેને લઇને સરકારે આ નિર્ણય લીધો છે અને અમલમાં પણ મુક્યો છે. અત્યાર સુધી અમદાવાદ કોર્ટના 10 કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. જેમાં સાત સેસન્સ કોર્ટના હતા અને 3 મેટ્રો કોર્ટના હતા.
સરકારની જાહેરાત અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સરકારે જે જાહેરાત કરી છે તેની હું ઉપેક્ષા નથી કરતો. સરકારે જે જાહેરાત કરી છે એ પ્રકારે તેનું આયોજન કર્યું હશે, તેનું હું સ્વાગત કરું છું. પરંતુ સવાલ એટલો છે કે, આજે જે 10 કેસની જાહેરાત કરી છે એમાંથી ઘણા કેસો એવા છે કે જે આંનદીબેન પટેલના સમયમાં થઈ હતી. જેની પ્રોસેસિંગ કોર્ટમાં હેવ થઈ રહી છે. જૂના કેસની પ્રોસેસિંગ થઈ રહી છે એના માટે પણ અમે સરકારનો આભાર માનીએ છીએ.