અરવલ્લી જીલ્લામાં ચોર,લૂંટારુ ગેંગ ખાખી વર્દીને ચેલેન્જ આપી રહી છે ચોરી અને લૂંટની ઘટનાઓ થોભવાનું નામ લેતી નથી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બંધ મકાનને નિશાન બનાવતી ઘરફોડિયા ગેંગ થી ભયનો માહોલ પેદા થયો છે અરવલ્લી જિલ્લા ના બાયડ ની શિવમ પાર્ક સોસાયટીમાં રહેતું શાહ દંપતી સારવાર કરાવવા વાત્રક હોસ્પિટલમાં જતા બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી તિજોરીમાં રાખેલા રોકડા ૭ લાખ રૂપિયા સહીત સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.૧૦ લાખ થી વધુની લૂંટ ચલાવતા દવાખાને પરત ફરેલ દંપતી પર આભ તૂટી પડ્યું હતું બાયડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી શનિવારે બપોરે,બાયડની શિવમ પાર્ક સોસાયટીમાં બ્રિજેશ કુમાર કનુભાઈ શાહને પથરીનો દુખાવો ઉપડતા તેમની પત્ની પાયલ બેન સાથે વાત્રક જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા વાત્રક હોપિટલ નજીક રહેતા તેમના ભાઈના ઘરે રાત્રે વધુ પથરીનો દુખાવો થાય તો તાત્કાલિક તબીબી સારવાર મળી રહે તે માટે રોકાયા હતા બાયડ શિવમપાર્ક સોસાયટીમાં આવેલા તેમના બંધ મકાનમાં ચોર-લૂંટારુ ગેંગ ત્રાટકી દરવાજાનું તાળું તોડી ઘરમાં રહેલી તિજોરીનું લોક તોડી તિજોરીમાં રાખેલા ૭ લાખ રૂપિયા રોકડા અને ૩ લાખથી વધુના સોના-ચાંદીના દાગીના લૂંટી રફુચક્કર થઈ ગયા હતા સારવાર કરી ઘરે પરત ફરેલા દંપતીએ ઘરના દરવાજાનું અને તિજોરીનું તાળું તૂટેલું જોતા ફાળ પડી હતી તિજોરીમાં રહેલ રોકડા રકમ અને સોના-ચાંદીના દાગીના ગાયબ જણાતા માથે આભ તૂટી પડ્યું હતું આ અંગે બાયડ પોલીસને જાણ કરાતા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી પાયલબેનની ફરિયાદના આધારે અજાણ્યા શખ્શો સામે ચોરી,લૂંટ નો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી