અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

અમદાવાની પોશ વિસ્તારની એજ્યુકેટેડ પરિણીતાને રોજ ભુવો શિકાર બનાવતો, તાંત્રિક પરિણીતાનો નગ્ન વીડિયો મંગાવતો

April 22, 2024

અમદાવાદના પોશ વિસ્તારની ઘટનાઃ ભણેલી પરિણીતા ભૂવાની જાળમાં ફસાઈ

સંતાન ન થતાં મહિલા ભૂવા પાસે ગઈ, તાંત્રિકે શોષણ કરી ન્યૂડ ફોટા મગાવ્યા

ભૂવાની પ્રેમજાળમાં ફસાયેલી એજ્યુકેટેડ મહિલાનું લગ્નજીવન અભયમે બચાવ્યું

અભયમની ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરીને સુખદ સમાધાન કરાવ્યું હતું

ગરવી તાકાત, અમદાવાદ તા. 22 – અમદાવાદના પોશ વિસ્તારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. શહેરના હાઈફાઈ ગણાતા વિસ્તારમાં રહેતી મહિલાને લગ્નના ૧૦ વર્ષ બાદ પણ સંતાન થતું ન હતું. ઘણી મેડિકલ સારવાર કરાવી તેમ છતાં મહિલા માતા ન બનતા આખરે ભણેલીગણેલી મહિલાને કોઈકે ભૂવાનું સરનામુ આપ્યું. ભણેલી ગણેલી રૂપકડી મહિલા એક ભૂવાને મળવા ગઈ. ભૂવાએ મહિલાને કહ્યું દિકરો જોઈતો હોય તો જેમ હું કહું એમ તારે કરવું પડશે. મહિલાએ ભૂવાની વાત માની લીધી અને પછી શરૂ થયો ગંદો ખેલ.

સ્મશાનમાં વિધિ કરીશ, તારું આખું ખાનદાન સાફ થઈ જશે.. તાંત્રિકે રૂપિયા ખંખેર્યા | 1 13 lakh has been lost due to falling into the trap of Tantrik

ભૂવાએ મહિલાને ફસાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો અને પ્રેમજાળમાં સાવી દીધી હતી. ભૂવો ખુબ શોખીન હતો. જ્યારે મન પડે ત્યારે આ ડોંગી તાંત્રિક મહિલાના ન્યૂડ ફોટા અને વીડિયો મંગાવતો હતો. એક દિવસ મહિલાનો ફોન પતિના હાથમાં આવી ગયો. પતિએ ફોન ચેક કરતા અચાનક મહિલાએ કોઈને પોતાના નગ્ન ફોટા મોકલ્યાં હોવાનું સામે આવ્યુ. બસ એ જ વખતે ભૂવાના કૌભાંડનો ભાંડો ફૂટ્યો.

પતિએ પોતાની પત્નીને ધમકાવી અને પૂછપરછ કરતા તેણે આખી હકીકત જણાવી. શહેરના પોશ વિસ્તારમાં રહેતી મહિલાને લગ્નના દસ વર્ષ સુધી સંતાન સુખ ન મળતા તે ભૂવા પાસે પહોંચી ગઈ હતી. ભુવાએ થોડા સમય સુધી મહિલા પાસે વિધિ કરાવી અને બાદમાં મહિલાને તેના પતિ વિરુદ્ધ કાન ભંભેરણી શરૂ કરી. જેને લઈને મહિલાએ પતિ સાથે વાત કરવાનું બંધ કર્યું હતું. દંપતી વચ્ચે થતા ઝઘડાનો ફાયદો ઉઠાવીને તાંત્રિકે મહિલાને પોતાની પ્રેમજાળમાં ફસાવી દીધી હતી. પછી તો આ તાંત્રિક આ મહિલાને પોતાના ઠેકાણે બોલાની પડખા ગરમ કરતો. મહિલાના નગ્ન વીડિયો અને ફોટા પણ પોતાની પાસે રાખતો. જેથી આ મહિલા એ ભૂવની જાળમાં પુરી રીતે ફસાઈ ગઈ હતી. ભૂવાએ પરિણીતાને એવું કહ્યું હતુંકે, તને ખુબ જબરદસ્ત દીકરો થશે પણ તારે રોજ હું કહું એમ કરવું પડશે. એટલે દીકરા માટે પરિણીતા ભૂવાની ભૂખ સંતોષતી રહી.

એક દિવસ પતિએ પત્નીનો મોબાઇલ આવતા ચેક કરતા તેના ન્યૂડ વીડિયો અને ફોટા મળી આવતા તે હેબતાઈ ગયો. તેને પોતાની માતાને જાણ કરતા તેમણે દીકરાનું લગ્નજીવન તૂટતું બચાવવા અભયમની મદદ માંગી હતી. અભયમની ટીમે પરિણીતાને કાયદાકીય સમજણ આપીને ભૂવા સાથે સંબંધ કાપી નાખવાનું જણાવ્યું હતું. મહિલાને પોતાની ભૂલ સમજાતા તેણે પતિ અને સાસુની માફી માગી હતી અને હવે ભૂવા સાથેના તમામ સંબંધો તોડી નાખવાની બાહેધરી આપતા સુખદ સમાધાન થયું હતું.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
9:37 pm, Feb 10, 2025
temperature icon 20°C
clear sky
Humidity 24 %
Pressure 1015 mb
Wind 7 mph
Wind Gust Wind Gust: 8 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:16 am
Sunset Sunset: 6:32 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0