•વિજય સુવાળાએ માતાજીની સાક્ષીમાં સોગંદ ખાતા હતા તે વિડિયો ખોટી રીતે વાયરલ કરાયો
•વિજય સુવાળાએ વીડિયોમાં કહેલી વાત સત્ય રીતે રજૂ કરવામાં નથી આવી, સમર્થકો નારાજ
•કમલમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે દબદબાભેર આવકાર્યા, કાર્યકરોમાં ભારે ખુશાલી
મહેસાણા: (ગરવી તાકાત નેટવર્ક)
ગુજરાતમાં આગામી થોડા મહિનાઓ બાદ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે દરેક પક્ષ પોતે મજબૂત થવા કોઇ ને કોઇ પ્રયાસ કરી રહ્યા છે. એવા સમયે ભુવાજી વિજય સુવાળાએ પોતાની વિચારધારા બદલીને યુવાની કેમ બરબાદ કરવી એવું કહી ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. વિજય સુવાળા ભાજપનું કમળ હાથમાં પકડી લેતા હવે તેમના વિરોધીઓના પેટમાં તેલ રેડાતું જોવા મળી રહ્યું છે. વિજય સુવાળા જ્યારે આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે એક કાર્યક્રમમાં તેઓએ માતાજીની સાક્ષીમાં સોગન ખાધા હતા અને કહ્યું હતું કે વા ફરે વાદળ ફરે પરંતુ આ વિજય સુવાળા કદી ન ફરે. તેવી વાત કરી હતી જે વિડીયો અત્યારે તેઓએ ભાજપ સાથે જોડાણ કર્યું તેવા સમયે વાયરલ કરવામાં આવી રહ્યો છે
વિજય સુવાળા જ્યારે આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે એક કાર્યક્રમમાં કહેલી વાત નો વિડીયો ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો હોવાની બાબત તેમના સમર્થકોએ સ્પષ્ટ કરી છે. સમર્થકોના જણાવ્યા પ્રમાણે જે વિડીયો હાલે સોશિયલ મીડિયાની સાઈડ પર તરતો મૂકવામાં આવ્યો છે અને તેને જે રીતે દર્શાવવામાં આવી જે કોમેન્ટો કરાઈ રહી છે તે તથ્ય વિહોણી છે. તેઓએ જે તે વખતે કાર્યક્રમમાં એવું કહ્યું હતું કે 2022માં જ્યારે તેમની સરકાર એટલે કે તેઓ આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે કહી હતી કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જનતાને અપાતા વચનો પૂર્ણ કરવા પ્રયાસો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં તેઓએ મોંઘવારી સહિત તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે વા ફરે વાદળ ફરે પરંતુ વિજય સુવાળા કદી નહિ ફરે. આ વાત તેઓએ મોંઘવારી અને અન્ય મુદ્દાઓ આ બાબતે કરી હતી કોઇ રાજકીય પક્ષ છોડીને બીજા પક્ષમાં જવા માટે કોઈ સોગંદ ખાધી ન હતી. હાલે વિજય સુવાળા જ્યારે ભાજપમાં વિધિવત જોડાયા છે ત્યારે તેમના વિરોધીઓ હવે તેમના જૂના વિડીયો મૂકીને તેમને માત્ર ને માત્ર નીચા પાડવા પ્રયાસ કરી રહ્યા હોવાનું તેમના સમર્થકો રોષપૂર્વક જણાવી રહ્યા છે.