રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મના બનાવો એક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે વધુમાં છોટાઉદેપુરમાં દુષ્કર્મ ની ઘટના સામે આવી છે. અહીં સંખેડા પંથકમાં કોરોનાથી ચેપગ્રસ્ત વિધવા હોમ ક્વોરન્ટાઈન દરમિયાન એક ભુવાના દુષ્કર્મ નો ભોગ બની હતી. ત્યારબાદ ભુવા દ્વારા આપવામાં આવતી ત્રાસથી કંટાળી મહિલાએ આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે ભુવાની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંખેડામાં રહેતી ૩૩ વર્ષીય મહિલાના પતિનું કોરોનાની બીજી લહેર દરમિયાન મૃત્યું થયું હતું. જાે કે, પતિના મિત્રએ ‘હું ભુવો છું, તારો પતિ મારા શરીરમાં આવે છે કહીને બળાત્કાર ગુજારતાં વિધવાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર, સંખેડા તાલુકાના એક ગામમાં આવેલ હરસિધ્ધિ માતાજીના મંદિરના ભુવાજી જીતેન્દ્રસિંહ ઉર્ફે લાલો કાળુ પરમાર ૧૪ વર્ષથી હરસિધ્ધિ માતાજીના મંદિરમાં પૂંજા કરે છે. આ ભુવો મંદિરમાં માથું ટેકવા આવતા ગામના એક પરિવાર સાથે પરિચયમાં આવ્યો હતા. આ પરિવારમાં પતિ- પત્ની અને બે બાળકીઓ હતી. જેમાં પતિનું ગત વર્ષ કોરોનામાં મૃત્યુ થયુ હતું. બાદ વિધવા મહિલાને પણ ઉત્તરાયણના સમયે કોરોના થયો હતો. જેથી ડૉકટરે તેને હોમ ક્વોરન્ટાઈન થવા સલાહ આપતા ભુવજીએ ફ્રિયાદી મહિલાને જણાવેલ કે, અમારા ઘરનો ઉપરનો માળ ખાલી છે. તમારી દીકરીઓ અને તમારી સાસુને કોરોનાનો ચેપ લાગે નહિ એટલે અહીંયા જ ઉપર ના માળે હોમ ક્વોરન્ટાઈન થઈ જવા જણાવ્યુ હતું.
દરમિયાન બે દિવસ બાદ ભુવાજીએ મહિલાના રૂમમાં ઘૂસીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઉપરાંત ભુવાજીએ મહિલાએ ધમકી આપતા એવું પણ જણાવ્યું કે, જાે તું મારી સાથે ફુલહાર નહી કરે તો તારું કે તારા ઘરના કોઈ સભ્યનું મૃત્યુ થશે. મહિલાનો ક્વોરેન્ટાઈન સમય પૂરો થતા ઙુવાજીના સાથીદાર પિન્ટુ રાઠવા ગાડી લઈને તેમને મંદિર લઈ ગયો હતો. જ્યાં ભુવાજી સાથે તેના પત્ની, સુખરામ રાઠવા, નરસિંહ રાઠવા, પિન્ટુ સુંદર, સંજુ પટેલ ઉપરાંત ભુવાજીના સાથીદારોએ ત્રાસ ગુજારતા મહિલાએ જીવન ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો.ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. દરમિયાન ભાનમાં આવતા પોલીસે મહિલાના નિવેદનના આધારે ભુવાજી અને તેના સાથીદારો સામે ગુનો નોંધીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.